1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હિંમતનગરના ખેડાવાડા ગામે વીજ હાઈટેન્શનનો વાયર ટ્રેકટર ટ્રોલીને અડકતા બેના મોત
હિંમતનગરના ખેડાવાડા ગામે વીજ હાઈટેન્શનનો વાયર ટ્રેકટર ટ્રોલીને અડકતા બેના મોત

હિંમતનગરના ખેડાવાડા ગામે વીજ હાઈટેન્શનનો વાયર ટ્રેકટર ટ્રોલીને અડકતા બેના મોત

0
Social Share

હિંમતનગર, 11 મે 2026: Two killed after tractor trolley hits high-tension electric wire સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં ટ્રેકટર- ટ્રોલી સાથે સગા ભાઈ બહેન પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ટ્રેકટરની ટ્રોલી હાઈટેન્શન વીજ લાઈનને અડી જતાં વીજ કરંટ લાગતા સગા ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતા ગ્રામજનો દાડી આવ્યા હતા.અને પોલીસને જાણ કરી હતી.આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, ખેડાવાડા ગામમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ટ્રેક્ટર લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન માર્ગ પર નીચા લટકી  હાઈટેન્શન વીજ લાઈનના જીવંત તાર સાથે ટ્રેક્ટરની ટ્રોલીનો ઉપરનો ભાગ અચાનક અડકી ગયો હતો. ટ્રોલી લોખંડની હોવાને કારણે પળવારમાં જ આખા ટ્રેક્ટરમાં હજારો વોલ્ટનો વીજ કરંટ ઉતરી આવ્યો હતો.આ ગોઝારી દુર્ઘટનામાં ટ્રેક્ટર પર સવાર કાળાભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને તેમના બહેન સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિ કરંટ લાગ્યો હતો. વીજ આંચકો એટલો પ્રચંડ હતો કે બંને ભાઈ-બહેનને સંભળવાનો મોકો પણ ન મળ્યો અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. એકસાથે ઘરના બે જુવાનજોધ સંતાનોના મોતના સમાચાર મળતા જ પ્રજાપતિ પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો હતો.

આ બનાવની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરાવી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોમાં વીજ લાઈનના જોખમી તારને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code