Site icon Revoi.in

શાસ્ત્રોના કહેવા પ્રમાણે ગાયની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની વરસે છે કૃપા

Social Share

આપણા શાસ્ત્રોમાં આમ તો દરેક પ્રાણી વિશે લખવામાં આવ્યું છે, સિંહ અને વાઘ માતા અંબેનું વાહન છે તો મગર તે ખોડિયાર માતાનું વાહન, હંસ તે માતા બંહ્માણી માતાનું વાહન છે, ગાયને હંમેશા શિવજીના ફોટોમાં જોવામાં આવે છે. આવામાં જો વાત કરવામાં આવે ગાયની પૂજાની તો તેને આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવી છે.

લૌકિક માન્યતા અનુસાર ગાયને રોટલી ખવડાવવાથી ઘર-પરિવારના ઘણાં બધા દુઃખ દર્દ સમાપ્ત થઈ જાય છે. તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ અમે તમને એ જણાવવા માંગીએ છીએ કે જેના વિશે ઘણાં ઓછાં લોકો જાણે છે. કહે છે કે ગાયની સેવા-પૂજા કરવાથી બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીની કૃપા સાત પેઢી સુધી વરસતી રહે છે.

માન્યતાઓ અનુસાર જો તમે ગાયને ભોજન અથવા પાણી આપો છો તો તમે ૩૩ કોટિ દેવી દેવતાઓને પણ ભોજન કરાવી રહ્યા છો. પ્રાચીન કાળથી દેવપૂજા કે યજ્ઞોમાં ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે. પાપી જીવને મૃત્યુ પછી નડતી ‘વૈતરણી નદી’ પાર કરવા ગાયના પૂંછડાંની જરૂર પડે છે. ગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. તે નિર્બળને બળ આપે છે. નિસ્તેજને સુંદર બનાવે છે. જ્યાં ગાયનો વાસ છે ત્યાં અઘટિત ઘટનાઓ બનતી નથી. તો આવો, આજે એ જાણીએ કે ગાયની સેવા-પૂજા કેવી રીતે કરવી જોઈએ અને ગાય સાથે કઇ લૌકિક માન્યતાઓ જોડાયેલી છે.

એવું કહેવામાં આવે છે કે ભારતીય પરંપરાના ચાર પાયા ગીતા, ગંગા, ગાયત્રી મંત્ર અને ગાય છે. આપત્તિના સમયમાં પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરેલું. ગાયના કાનમાંથી પસાર થઇ શિવનો જન્મ થયો. એટલે શિવને ગોકર્ણ કહેવાયા એવી કથા વાયુપુરાણ અને શિવપુરાણમાં છે.

ગાય માતાને તરબુચ અતિપ્રિય હોય છે. ગાયને તરબુચ ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર ગાયને તરબુચ ખવડાવવાથી માતા લક્ષ્મીની કૃપા ૭ પેઢીઓ સુધી વરસતી રહે છે.

ઉલ્લેખનીય છે કે આ લેખ માન્યતાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી