Site icon Revoi.in

સાબરમતી જેલની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી, કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે આપ્યું માર્ગદર્શન

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ મધ્યસ્થ જેલ તથા ઓપન જેલની ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે “ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી” તથા કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે જેલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અમદાવાદ, વડોદરા, લાજપોર (સુરત) અને રાજકોટ મધ્યસ્થ જેલોના અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમદાવાદ જેલના આધિકારીઓ/કર્મચારીઓ અને જેલમાં થતી કેદી સુધારણા અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

અત્રેની જેલમાં ઓપન જેલ ખાતે રાજ્યપાલને સન્માન ગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપી સન્માન કરાયું હતું. ત્યારબાદ ઓપન જેલમાં કેદીઓ દ્વારા બનાવેલ ઔષધિવન, તેમના દ્વારા કરાતી ખેતીની પ્રવૃત્તિઓ અને જૈલ ગૌશાળા ખાતે આવેલ પશુધનનું પણ નિરીક્ષણ કર્યું હતું. જેલમાં કરાતી ખેતીને કેવી રીતે વધુ ને વધુ ઉપજાઉં અને પ્રાકૃતિક બનાવી શકાય તે અંગે રાજ્યપાલ દ્વારા માર્ગદર્શન પણ અપાયું હતું. ત્યારબાદ રાજ્યપાલે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આવેલ ગાંધી યાર્ડની વીઝીટ કરીને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી હતી તથા ગુજરાત જેલ વિભાગમાં ચાલતા વિવિધ વ્યવસ્થાયલક્ષી કાર્યક્રમો, જેલ ઉદ્યોગમાં બંદીવાનો દ્વારા બનાવવામાં આવતી વિવિધ કૃતિઓ પ્રદર્શન સ્ટોલ, વિવિધ સંસ્થાની સારી કામગીરીની પ્રદર્શની અને બંદીવાનો દ્વારા બનાવયેલ પેઇન્ટિંગ નિહાળી હતી. ત્યારબાદ સરદાર યાર્ડ ખાતે, કૌશલ્ય વિકાસ કેન્દ્રની પણ મુલાકાત લીધેલ હતી. બાદમાં જેલ ઓપન ઓડીટોરીયમ ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા જેલમાં સારી અને સુંદર કામગીરી કરતા 5 કેદીઓને પ્રમાણપત્ર આપીને બીરદાવ્યા હતા અને જેલમાં કેદીઓના ઉત્કર્ષ માટે સેવાકીય પ્રવૃત્તિ કરતી, વ્યવસ્યાયલક્ષી, કૌશલ્ય વિકાસ, અને આત્મનિર્ભર બનાવતી વિવિધ 12 સંસ્થાઓને પણ પ્રમાણપત્ર રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ હતા.

રાજ્યપાલજી દ્વારા બંદીવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં પ્રાસંગિક સંબોધન કરતા તમામ બંધિવાનોને થયેલ ભૂલને સ્વીકારી જેલવાસને પ્રવૃત્તિમય અને મહત્તમ ફળદાયી બનાવવા સમજણ આપી હતી. સંબોધનમાં મહામહિમ દ્વારા વેદો અને સંસ્કૃત સાહિત્યના સંદર્ભ ટાંકી કર્મના સિદ્ધાંત અને સફળ જીવન જીવવા બાબતે ઊંડાણ-પૂર્વક સમજ આપી હતી.

Exit mobile version