મુંબઈઃ ભારતમાં અનલોકમાં ધીમે-ધીમે રેલ વ્યવહાર પાટે ચડી રહ્યો છે. દરમિયાન રેલવે અને રેલવે પરિસરમાં ગેરકાયદે રીતે વ્યવસાય કરતા ફેરિયાઓ અને ભિક્ષૃકોને ઝડપી લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં 7 હજારથી વધારે લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર 19 ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે પરિસરમાં અનધિકૃત ફેરિયાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન આરપીએફ દ્વારા વર્ષ 2020 અનધિકૃત ફેરિયાઓના 8654 કેસ શોધી કાઢવામાં આવ્યાં હતા. વર્ષ 2021માં આ સઘન તપાસના પરિણામે 32,84,510 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તા. 24મી એપ્રિલ સુધીમાં અનધિકૃત ફેરિયાઓ-ભિક્ષુકો વિરુદ્ધ 7699 કેસ નોંધાયા હતા અને 7695 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ રેલવે પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વર્ષ 2021માં આ કેસમાંથી 19,70,045 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર દ્વારા વર્ષ 2020માં પશ્ચિમ રેલ્વેના મુંબઇ સેન્ટ્રલ ડિવિઝન પર અનધિકૃત વિક્રેતાઓ / ભિક્ષુકો સામે 4438 કેસ નોંધવામાં આવ્યા હતા અને 21,97,600 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2021 અત્યાર સુધીમાં મંડળ પર અનધિકૃત વિક્રેતાઓ અને ગેરકાયદેસર ફેરિયાઓ વિરુદ્ધ 3,698 કેસ નોંધાયા હતા અને તેમાંથી રેલવે દ્વારા રૂ. 15.50 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

