Site icon Revoi.in

એક્શન હિરો અક્ષય કુમારનો જન્મદિવસઃ- અભિનેતાએ કર્યા મહાકાલના દર્શન કર્યાં

Social Share

મુંબઈઃ આજે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે.બોલિવૂડના સુપર સ્ટાર અને એક્શન હિરો તરીકે જાણીતા અક્ષય કુમાર તેમનો 56 નો જન્મદિવસ ઉજવી રહ્યા છે, 9 સપ્ટેમ્બર 1967 માં અમૃતસરમાં જન્મેલા રાજીવ ઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમારને આજે કોઈની ઓળખના મોહતાઝ નથી, અક્ષય કુમારને બોલિવૂડનો ખિલાડી તરીકે ઓળખ મેળવી છે.

પોતાના 56માં જન્મદિવસ નિમિત્તે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પરિવાર સાથે બાબ મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન ક્રિકેટર શિખર ધવન પણ હાજર રહ્યા હતા. બંન્નેએ ભગવાન મહાકાલના દર્શન કર્યા અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ ‘સૌગંધ’ થી બોલિવૂડમાં એન્ટ્રીકરી હતી,પરંતુ ફિલ્મ ‘ખિલાડી’ થી બોલીવુડમાં તેને સાચી ઓળખ મળી. આ બાદ અક્ષયે ‘ખિલાડિયોં કા ખિલાડી’, ‘ઈન્ટરનેશનલ ખિલાડી’, ‘ખિલાડી 420’, ‘હેરા ફેરી’, ‘અજનબી’, ‘રૂસ્તમ’, ‘બેલબોટમ’, ‘બેબી’, ‘ગુડ ન્યૂઝ’ જેવી ઘણી ફિલ્મો આપી છે.

પોતાના જન્મદિવસના ખાસ અવસર પર અક્ષય કુમારે ઉજ્જૈનના રાજા બાબા મહાકાલના આશીર્વાદ લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સામે આવેલા આ વીડિયોમાં   અક્ષય મહાકાલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે.  
અક્ષય કુમારે આજે સવારે મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને તેમના આશીર્વાદ લીધા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અક્ષય સિવાય ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ ભગવાન શંકરની પૂજા કરતા જોવા મળે છે. આ સમય દરમિયાન, તેમણે મહાકાલની પૂજા માટે પરંપરાગત પોશાક અપનાવ્યો છે અને તેઓ પૂરા ઉત્સાહ સાથે મહાકાલ આરતીમાં ભાગ લઈ રહ્યા છે. અક્ષય સાથે તેનો પુત્ર આરવ પણ જોવા મળી રહ્યો છે.
Exit mobile version