Site icon Revoi.in

આતંકીઓને ભંડોળ પુરુ પાડવા મામલે કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં અનેક જગ્યાએ NIA ના દરોડા

Social Share

શ્રીનગરઃ- જમ્મપ કાશ્મીર કે જ્યં આતકી પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં જોવા મળે છે કેટલાક સંગઠનો દ્રારા આતંકીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય થી રહ્યું છે તેઓ આતંક ફેલાવનારાઓને ભંડોળ પુરુ પાડવાનું કામ પણ કરતા હોય છે ત્યારે હવને જમ્મુ કાશ્મીરના અનેક સ્થળોએ આતંકી ભંડજોળને લઈને એક્શન લેવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી  ટેરર ​​ફંડિંગને લઈને એક્શન મોડામાં જોવા મળી છે. તપાસ એજન્સી જમ્મુ-કાશ્મીરમાં ઘણી શંકાશીલ જગ્યાએ દરોડા પાડી રહી છે. NIAની ટીમો દરોડા પાડવા માટે શ્રીનગર, અનંતનાગ, કુપવાડા, શોપિયાં, રાજૌરી અને પૂંચ પહોંચી ગઈ છે. હાલમાં, કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યાના સમાચાર નથી.જો કે સતત અનેર સ્થળો રેડ પાડવામાં આવી રહી છે.

NIAનો આ દરોડો અલ્પસંખ્યકો અને સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને તેમની હત્યા કરવાના મામલામાં કરવામાં આવી રહ્યો છે. આ મામલા આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વખત અહી દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અગાઉ  2 મેના રોજ જમ્મુ-કાશ્મીરના છ જિલ્લા, પીર પંજાલ ક્ષેત્ર, મધ્ય અને દક્ષિણ કાશ્મીરમાં 12 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા આતંકવાદી અને વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવા માટેના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરવા માટે વિદ્રોહી નેટવર્ક અને અન્ય બાબતો પર મોટી કાર્યવાહીનો એક ભાગ છે.

Exit mobile version