Site icon Revoi.in

ગુજરાતઃ ટેકાના ભાવની ખરીદીમાં કૌભાંડ કરનાર સામે પાસા હેઠળ થશે કાર્યવાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે મગફલી અને કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. દરમિયાન ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ કરનારાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાના સંકેત રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું. તેમજ ખેડૂતોને ઈતિહાસમાં ક્યારેય ના મળ્યાં હોય તેવા ભાવ મળી રહ્યાં હોવાનો તેમને દાવો કર્યો હતો. જેના પરિણામે મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતી ના કરી શકે.

કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફલી અને કપાસ સહિતના પાકોની ખરીદી શરૂ કરી છે. ખુલ્લા માર્કેટમાં પણ ખેડૂતોને વધારે ભાવ મળતો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ આચરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી અને કપાસ વેચવા માટે યાર્ડ ખાતે આવી રહ્યાં છે. તેમને પુરતા પૈસા મળી રહે તેવા પ્રયાસો સરકાર પ્રયાસો કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કિસાન રાહત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 155 કરોડની રકમ જમા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં સર્વે કરાયો હતો તેનો અહેવાલ સરકારને મળી ગયો છે અને આ અંગે સરકાર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અતિવૃષ્ટીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

(PHOTO-FILE)