Site icon Revoi.in

અભિનેતા અક્ષય કુમાર દુબઈમાં બની રહેલા મંદિરોના દર્શન માટે પહોંચr

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હાલ બોલિવૂડમાં એક પછી એક નિષ્ફળ ફિલ્મો આપી રહ્યા છએ એક્શન હીરો નિષ્ફળ ફિલ્મો આપીને પણ ચર્ચામાં છે ત્યારે હાવ તેઓ દુબઈમાં બની રહેલા હિંદુ મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે  અક્ષય કુમાર વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મો આપવા માટે જાણીતો છે. ગયા વર્ષે અભિનેતાની લગભગ તમામ ફિલ્મો ફ્લોપ રહી હતી. આ વર્ષે તેની ફિલ્મ સેલ્ફી રિલીઝ થઈ હતી, જેમાં તે પહેલીવાર ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મે પણ કોઈ ખાસ ઝંડો લગાવ્યો નથી. હાલમાં જ અક્ષય કુમાર અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરે પહોંચ્યો હતા

યુએઈના પ્રથમ પરંપરાગત પથ્થરના મંદિરની અદભૂત ડિઝાઇન અને શિલ્પોથી અભિનેતા મંત્તમૃગ્ધ થયા હતા અભિનેતા  અક્ષય કુમાર, ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને બિઝનેસમેન જીતેન દોશી સાથે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

અભિનેતાના અહીથી કેટલાક ફોટચો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યાં મંદિર પહોંચ્યા બાદ અક્ષયનું મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અભિનેતા અને અન્ય લોકોને એક પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું.આ પ્રદર્શન નિહાળ્યા બાદ અક્ષય અને તેની ટીમ પ્રાર્થના સમારંભ માટે પહોંચી, જે દરમિયાન તેઓએ મંદિરના નિર્માણમાં પણ સહકાર આપ્યો. અભિનેતા અને સ્વામી બ્રહ્મવિહારીદાસે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો આભાર વ્યક્ત કર્યો.