Site icon Revoi.in

અભિનેતા મોહિત રૈનાએ ખોટી અફવા ફેલાવનાર અભિનેત્રી સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

Social Share

મુંબઈઃ ટીવી સિરીયલ ‘દેવો કે દેવ મહાદેવ’થી ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા મોહિત રૈનાએ અભિનેત્રી સારા શર્મા સહિત ચાર લોકો સામે મુંબઈના ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ચારેય જણાએ મોહિત રૈનાના જીવને ખતરો હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયામાં મોહિત બચાવો અભિયાન શરૂ કર્યું હતું. પોલીસે આ અંગે મોહિતની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સારા શર્મા, પરવીન શર્મા, આશિવ શર્મા અને મિતિલેશ તિવારીએ મોહિત રૈનાને લઈને સોશિયલ મીડિયામાં મોહિત બચાવો અભિયાન શરૂ કર્યું હતું. તેમજ મોહિતના જીવને ખતરો હોવાનો દાવો કર્યો હતો. આ લોકોએ દાવો કર્યો હતો કે, સુશાંત સિહ રાજપુતની જેમ મોહિત રૈનાની પણ મોત થઈ શકે છે. જો કે, તમામ દાવાઓને ફગાવીને મોહિત રૈનાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મોહિત બિલકુલ ઠીક છે અને આ માત્ર અફવા છે. જેથી આવી અફવાઓ ઉપર ધ્યાન ના આપવા પરિવારજનોએ અપીલ કરી હતી.

આ ઘટના બાદ મોહિત બોરીવલી કોર્ટમાં પહોંચ્યાં હતા. કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોહિતનું નિવેદન નોંધીને સારા શર્મા તથા તેના સાથીદારો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. મોહિત રૈનાએ જણાવ્યું હતું કે, હું કાનૂની કાવ-પેચમાં ફસાયેલો છે. આ મામલે મે એફઆઈઆર નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોહિત રૈનાએ વર્ષ 2005માં મેહર થી અભિનયનો પ્રારંભ કર્યો હતો. દેવો કે દેવ મહાદેવ સિરીયલથી મોહિતને લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત ચક્રવતિ અશોક સમ્રાટમાં રાજા અશોકનો અભિનય કર્યો હતો. આ ઉપરાંત દીયા મિર્ઝા સાથે કાફિર નામની વેબ સિરીઝમાં કામ કર્યું છે. જ્યારે સારા શર્માએ તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.