1. Home
  2. Tag "complaint"

અમેરિકામાં રહેતા મિત શાહ સામે છેતરપિંડીની કરાયેલી ફરિયાદ ઉપર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

• અભિનેત્રી નીતુ ચંદ્રા દ્વારા છેતરપિડીની ફરિયાદ કરવામાં આવી હતી • મિત શાહ અમેરિકામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે, • અમરિકામાં સર્જાયેલા ડિસ્પ્યુટની અમદાવાદમાં ફરિયાદ કરી અમદાવાદઃ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેત્રી/પ્રોડ્યુસર અને હોલીવુડ અભિનેત્રી મિસ. નીતુ ચંદ્રા શ્રીવાસ્તવ ધ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા મિત મયંક શાહ સામે ડીસીબી પોલીસ સ્ટેશન અમદાવાદમાં કરાયેલી છેતરપીંડી અને […]

આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં પૈસાની માંગણી થાય તો શું કરવું, ફરિયાદ ક્યાં કરવી?

સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરેક પ્રયાસ કરે છે. પરંતુ જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ક્યારે શું થશે તે કોઈ કહી શકતું નથી. એટલા માટે લોકો અનિશ્ચિતતાઓ ટાળવા માટે અગાઉથી તૈયારી કરે છે. દેશમાં ઘણા લોકો એવા છે જે સ્વાસ્થ્ય વીમો લે છે જેથી કોઈ […]

કેજરિવાલ મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યાં, ભાજપના નેતા પ્રવેશ વર્મા વિરુદ્ધ કરી ફરિયાદ

નવી દિલ્હીઃ AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા. તેમણે મુખ્યત્વે નવી દિલ્હીના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, પ્રવેશ વર્મા ખુલ્લેઆમ મહિલાઓને ૧૧૦૦ રૂપિયાનું વિતરણ કરી […]

કર્ણાટકના CM બાદ હવે મલ્લિકાર્જન ખડગેની મુશ્કેલી વધી, ભ્રષ્ટાચાર સહિતના મામલે લોકાયુક્તમાં ફરિયાદ

બેંગ્લોરઃ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલા કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાયદાકીય ગૂંચવણમાં ફસાય તેમ લાગી રહ્યું છે. બીજેપી નેતા રમેશ એનઆરએ કર્ણાટક લોકાયુક્તમાં ખડગે અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતા એનઆર રમેશે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ લોકાયુક્ત સમક્ષ […]

જગનમોહન રેડ્ડીના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ચાલ્યું, ફરિયાદ બાદ મનપાએ કરી કાર્યવાહી

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં નવી સરકારના શપથ લીધા પછી, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને YSRCP પ્રમુખ જગનમોહન રેડ્ડીના ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરી દીધું છે. આ ગેરકાયદે બાંધકામ લોટસ પોન્ડમાં જગન મોહન રેડ્ડીના ઘરની સામે તેમની સુરક્ષા માટે રોડનું અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યું હતું, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સુત્રોના […]

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ […]

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે પંચમાં કરી ફરિયાદ

અમદાવાદઃ  ગુજરાત વિધાનાસભાના અધ્યક્ષનો બંધારણીય હોદ્દો છે. અને અધ્યક્ષ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર કરી શકે નહીં, ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ચૂંટણી પ્રચાર કરાતો હોવાની કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે  ચુટંણી પંચમાં ફરિયાદ કરી છે. કે  વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના […]

અંબાજી મંદિરના પ્રસાદ માટે મોહનથાળ બનાવવા કેટરર્સે નકલી ઘી’ના 200 ડબ્બા પધરાવતા ફરિયાદ

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મહિનાઓ પહેલા પ્રસાદમાં મોહનથાળને બદલે ચિક્કી અપાતા તે સમયે ભારે વિરોધ થયો હતો.અને આખરે નિર્ણયમાં ફેરફાર કરીને ચિક્કી અને મોહનથાળ બન્ને પ્રસાદ ભાવિકો માગે તે પ્રમાણે આપવામાં આવી રહ્યા છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ ખરીદવામાં આવતો હોય છે. ભાદરવી પૂનમના મેળામાં સાડાચાર કરોડની વધુ કિંમતનો પ્રસાદ વેચાયો હતો, મોહનથાળનો પ્રસાદ બનાવવા […]

રક્ષક જ બન્યો ભક્ષક, પોલીસ કોન્સ્ટેબલે વેપારીનું અપહરણ કરી રૂપિયા 55 લાખની લૂંટ કર્યાની ફરિયાદ

અમદાવાદઃ પોલીસ પ્રજાનો રક્ષક છે, પણ ક્યારેક રક્ષક જ ભક્ષક બનતો હોય છે. એક પોલીસ કોન્સ્ટેબલે વેપારીનું અપહરણ કરીને રૂપિયા 55 લાખની લૂંટ કર્યાનો બનાવ બન્યો છે. શહેરના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા એક વેપારીનું અપહરણ કરીને રૂ.55 લાખની લૂંટ કરનારા સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલ સહિત 4 સામે સોલા હાઈકોર્ટ પોલીસે લૂંટ […]

AMCના ગોમતીપુરમાં યોજાયેલા લોક દરબારના કાર્યક્રમમાં વિકાસની કામો ન કરાતા હોવાની ફરિયાદ

અમદાવાદઃ શહેરના તમામ વોર્ડમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુર વોર્ડ ઓફિસ ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખે આક્ષેપ કર્યો છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code