- પ્રતિક ગાંઘી હવે ગાંઘીજીનો રોલ પ્લે કરશે
- ગાંઘીજીના પુસ્કત પર બનશે વેબ સિરીઝ
મુંબઈઃ- ગુજરાતી એક્ટર પ્રતિક ગાંઘી ખૂબ જ નાની વયે નામ કમાનાર અભિનેતાઓમાંના એક છે,તેમણે ગુજરાતી ફિલ્મોથી શરુ કરેલી સફર બોલિવૂડ સુધી જઈને સફળ બનાવી છે ત્યારે હવે તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને લવઈને બનનારી વેબ સિરીઝમાં ગાંઘીજીનો રોલ પ્લે કરતા જોવા મળશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે ગાંધીજીના જીવન પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. આ બાયોપિકમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને દર્શાવીને ભારતીય આઝાદીના સમયને જીવંત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રતિક ‘સ્કેમ 1992 – હર્ષદ મહેતા સ્ટોરી’ માં આવીને એક સફળ એક્ટર તરીકે ઉભરી આવ્યા છે.
મલ્ટિ-સીઝન સિરીઝ જાણીતા ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના લખાણો પર આધારિત ફિલ્મ હશે. તેમના બે જાણીતા પુસ્તકો ‘ભારત-ગાંધી સે પહેલ’ અને ‘ગાંધીઃ ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’માંથી લેવામાં આવશે. ફિલ્મુંવ શૂટિંગ ભારત અને દુનિયાભરમાં અલગ-અલગ જગ્યાએ કરવામાં આવશે. એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ પ્રતિક ગાંધીને કાસ્ટ કરીને ખુશ છે. અપ્પ્લેઝ એન્ટરટેઈનમેન્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર પણ આ માહિતી શેર કરી છે.
વેબ સિરીઝમાં ખાસ ફોક્સ શું હશે
આ સિરીઝમાં મહાત્મા ગાંધીની તેમના શરૂઆતના દિવસો, દક્ષિણ આફ્રિકામાં તેમના કામ અને પછી ભારતમાં સંઘર્ષ સુધીની વાર્તા દર્શાવવામાં આવશે. મુખ્યત્વે, આ સિરીઝ મહાત્મા ગાંધીની તે વાર્તાઓનું નિરૂપણ કરશે, જેના વિશે થોડું જાણીતું છે. યુવા ગાંધીને મહાત્મા બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર પાસાઓને બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે.