Site icon Revoi.in

અભિનેતા આર.માધવને ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મે’નો ખાસ કિસ્સો શેર કર્યો, જાણો શું કહ્યું…..

Social Share

મુંબઈઃ બોલીવુડના જાણીતા કલાકાર આર. માધનવ હાલ ફિલ્મ ‘શૈતાન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ‘શૈતાન’માં આર. માધવનના પાત્રના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. શૈતાન પહેલા પણ માધવને ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. પછી તે ‘થ્રી ઈડિયટ્સ’ હોય કે પછી તેની બોલિવૂડ ડેબ્યૂ ‘રેહના હૈ તેરે દિલ મેં’. આ ફિલ્મો દ્વારા માધવને દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. માધવનની આ ફિલ્મોની ચર્ચા આજે પણ થાય છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં માધવને ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ વિશે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો.

ઈન્ટરવ્યુમાં માધવને ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ને યાદ કરતા કહ્યું, ‘આ ફિલ્મને રિલીઝ થયાને લગભગ અઢી દાયકા થઈ ગયા છે. મને યાદ છે કે આ ફિલ્મ દ્વારા મને અને મારી પત્નીને જીવનમાં પહેલીવાર ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની તક મળી. માધવને વધુમાં કહ્યું, ‘અમે પ્રવાસ દરમિયાન એકબીજાના હાથ પકડી રાખ્યા હતા. અમે એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. અમારા માટે આ ખૂબ જ યાદગાર ક્ષણ હતી.

‘રહેના હૈ તેરે દિલ મેં’ આર માધવનની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં માધવન સાથે દિયા મિર્ઝા જોવા મળી હતી, દર્શકોને તેમની જોડી ખૂબ પસંદ આવી હતી. ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ને અત્યાર સુધીની સૌથી રોમેન્ટિક ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. ફિલ્મના ગીતોથી લઈને તેના સીન અને ડાયલોગ્સ બધું જ દર્શકોને પસંદ આવ્યું હતું.

આ દરમિયાન માધવને ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ વિશે પણ વાત કરી હતી. આજે આ ફિલ્મ માટે કયો અભિનેતા યોગ્ય પસંદગી હશે તે અંગે માધવને કહ્યું, ‘કોઈ નહીં, તે શક્ય નથી. મને નથી લાગતું કે આ પાત્રો માટે બીજી કોઈ યોગ્ય પસંદગી હશે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આર માધવન સિવાય આમિર ખાન, શરમન જોશી, કરીના કપૂર ખાન, બોમન ઈરાની અને મોના સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Exit mobile version