Site icon Revoi.in

અભિનેતા ‘રણબીર કપૂર’ની ફિલ્મ એનિમલનું ટિઝર આઉટ – જન્મદિવસ પર અભિનેતાની દર્શકોને ભેંટ

Social Share

મુંબઈઃ- એભિનેતા રણબીર કપુરની ફિલ્મ એનિમલ ચર્ચામાં છે ત્યારે એજરોજ ગુરુવારે આ ફિલ્મનું ટિઝર પણ રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ફિલ્મનું બોબી દેઓલનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે દર્શકો માટે ટિઝર સામે આવી ગયું છે.

જો કે આજે અભિનેતાનો જન્મ દિવસ પણ છએ આ ખાસ અવસર પર તેમની ફિલ્મનું ટિઢર આઉટ કરવામાં આવ્યું છએ,જો રણબીર વિશે વાત કરીએ તો તેનો જન્મ બો 28 સપ્ટેમ્બરે થયો હતો આજે તેઓ પોતાનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.

અભિનેતાની  પુત્રી રાહાના જન્મ બાદ આ તેનો પહેલો જન્મદિવસ છે. રણબીર કપૂરનો જન્મ બોલિવૂડના પ્રખ્યાત કપૂર પરિવારમાં થયો હતો. રણબીર કપૂર દિવંગત અભિનેતા ઋષિ કપૂરનો પુત્ર છે.

અભિનેતાનો આજે જન્મદિવસ છે અને આ ખાસ અવસર પર એનિમલના નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. ટીઝર પહેલા મેકર્સે સ્ટાર કાસ્ટના ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યા હતા. જેને જોયા બાદ ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. પરંતુ હવે ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો માટે ફિલ્મની રિલીઝની રાહ જોવી મુશ્કેલ બની રહી છે.
https://www.youtube.com/watch?v=Dydmpfo68DA&pp=ygUNYW5pbWFsIHRlYXNlcg%3D%3D

આ ફિલ્મનું ટિઝર શાનદાર તો કહી શકતાય સાથે જ રોમાંચક છે. અનિલ કપૂર અને રણબીર કપૂર પિતા-પુત્રના પાત્રમાં જોવા મળે છે. જ્યાં અનિલ તેના પુત્રથી એકદમ નિરાશ દેખાય છે. ટીઝરની શરૂઆતમાં રણબીર રશ્મિકાના પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જેના પર રશ્મિકા કહે છે કે તેના પિતાની જેમ જ. પરંતુ રણબીરને આ બિલકુલ પસંદ નથી. વાર્તાને ટીઝરમાં ફ્લેશબેકમાં પણ બતાવવામાં આવી છે.

 અનિલ તેના પુત્રને એક પછી એક જોરદાર થપ્પડ મારતો જોવા મળે છે. આ વાર્તા પિતા-પુત્રના સંબંધો અને બદલો પર આધારિત હોય તેવું લાગે છે. જો કે, વાર્તામાં ટ્વિસ્ટ આવે તેવી દરેકને અપેક્ષા છે.

 જો સ્ટાર કાસ્ટની વાત કરીએ તો  આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને રશ્મિકા ઉપરાંત બોબી દેઓલ પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે અને તેનો અંદાજ ટીઝર જોયા બાદ લગાવી શકાય છે. એનિમલના ટીઝરના અંતમાં બોબી દેઓલની ઝલકજોવા મળી રહી છે.

Exit mobile version