Site icon Revoi.in

અભિનેતા રણવીર સિંહ વિરાટ કોહલીને પાછળ પછાડીને બન્યા બન્યા ભારતના સૌથી અમીર સેલિબ્રિટી

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા રણવિર સિંહ તેમની શાનદાર એક્ટિંગને લઈને જાણીતા છે તેમણે બોલિવૂડમાં અનેક સુપર હિટ ફિલ્મો કરી છે ત્યારે હવે ફરી એક વાર તેઓ સમાચારની  હેડલાઇન્સમાં આવ્યા છે. વાતજાણે એમ છે કે હવે અભિનેતા  રણવીર સિંહ વિરાટ કોહલીને પાછળ છોડીને ભારતનો સૌથી અમીર સેલિબ્રિટી બની ગયો છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સની જો માનીે તો  રણવીર સિંહે વિરાટ કોહલીને ભારતના સૌથી અમીર સેલિબ્રિટી તરીકે પાછળ છોડી દીધો છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022 માટે રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ વિરાટ કોહલી કરતા વધુ હોવાનું જણાવાયું  છે.

જાણકારી  મુજબ, રણવીરની બ્રાન્ડ વેલ્યુ 181.7 મિલિયન ડોલર આંકવામાં આવી છે, જ્યારે વિરાટની 176.9 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે રણવીર સિંહ ભારતનો સૌથી ધનિક સેલિબ્રિટી સાબિત થયો  છે.