Site icon Revoi.in

અભિનેતા સંજય દત્ત અને પ્રભાસ એકસાથે જોવા મળશે,સંજય દત્ત નિભાવશે આ રોલ

Social Share

મુંબઈ:વર્ષ 1981માં ફિલ્મ રોકીથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કર્યા બાદ સંજય દત્તે પોતાના કરિયરમાં અત્યાર સુધી એકથી વધુ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.તેમની 40 વર્ષથી વધુ લાંબી કારકિર્દીમાં, સંજય દત્ત હીરો અને વિલન બંને ભૂમિકામાં પડદા પર દેખાયા છે.અને હવે સમાચાર છે કે અભિનેતા દાદાની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે.

જાણીતા સાઉથ એક્ટર પ્રભાસ છેલ્લા કેટલાક સમયથી દિગ્દર્શક મારુતિ સાથે તેની એક હોરર કોમેડી ફિલ્મ માટે ચર્ચામાં છે.જોકે,આ ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી.તે જ સમયે, સમાચાર છે કે આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને સાઉથની જાણીતી અભિનેત્રી ઝરીન વહાબની એન્ટ્રી થઈ છે.

એક સમાચારમાં સ્ત્રોત પાસેથી મળેલી માહિતીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે,સાઉથ સિનેમાના દિગ્દર્શક મારુતિની આ ફિલ્મમાં સંજય દત્ત અને અભિનેત્રી ઝરીન વહાબ પણ જોવા મળશે.આ હોરર કોમેડી ફિલ્મમાં સંજય દત્ત અને ઝરીન વહાબ તેમની અત્યાર સુધીની કરિયરથી સાવ અલગ પાત્રમાં જોવા મળશે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં સંજય દત્ત દાદાની ભૂમિકામાં જોવા મળશે અને ઝરીન વહાબ દાદીના રોલમાં જોવા મળશે.

 

Exit mobile version