Site icon Revoi.in

અભિનેતા શ્રેયસ તલપડે સ્ટારર ફિલ્મ ‘કોન પ્રવીણ તાંબે’ની રિલીઝ ટેડ આવી સામે- આ બાયોપિક ઓટીટી પર થશે રિલીઝ

Social Share

મુંબઈઃ- કોરોના મહામારીની ગતિ ઘીમી પડતાની સાથે જ બી ટાઉનમાં ફિલ્મોની લાઈન લાગી છે અનેક ફિલ્મોના શૂટિંગ શરુ થઈ ચૂક્યા છે તો કેટલીક ફિલ્મો રિલીઝ થી ગઈ છે તો હાલ કેટલીક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે હવે કોમેડિ સ્ટાર શ્રેયસ તલપડેની અપકમિંગ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી  ચૂકી છે.

શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ ‘કોન પ્રવીણ તાંબે’ 1લી એપ્રિલ 2022ના રોજ રિલીઝ થનાર છે. જો કે આ ફિલ્મ સિનેમાઘરોમાં નહી આવે કારણ કે આ ફિલ્મ  OTT પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.

આ ફિલ્મ  ‘કોન પ્રવીણ તાંબે’ પ્રવીણની બાયોપિક છે, જેણે 41 વર્ષની ઉંમરે ક્રિકેટમાં ખૂબ જ સારુ પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આમાં શ્રેયશ ઉપરાંત આશિષ વિદ્યાર્થી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

Exit mobile version