Site icon Revoi.in

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘મિશન મજનુ’ની રિલીઝ ડેટ જાહેર- ઓટીટી પર જોવા મળશે ફિલ્મ

Social Share

મુંબઈઃ- બોલિવૂડમાં એક પછી એક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે,ત્યારે એભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પણ આ લાઈનમાં જોવા મળી રહી છે આ ફિલ્મનું નામ છે મિશન મજનૂ,,,,,જેમાં અભિનેતા રો એજવ્ટની ભૂમિકામાં જોવા મળએવા છે. ત્યારે હવે આ ફિલ્મને લઈને રિલીઝ ડેટ સામે આવી છે

જાણકારી અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘મિશન મજનૂ’ની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સના ઈતંઝારનો અંત આવ્યો છે. અભિનેતાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મની તારીખ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે.

આ ફિલ્મ ‘મિશન મજનૂ’નું નવું પોસ્ટર શેર કરતા સિદ્ધાર્થે ફિલ્મની રિલીઝ ડેટ પણ શેર કરી છે. તેણે લખ્યું, “એક બહાદુર એજન્ટની ન સાંભળેલીકહાનિ. મિશન મજનૂ ફક્ત નેટફ્લિક્સ પર, 20મી જાન્યુઆરી.” અટલે કે મકરસંક્રાતિ બાદ તમે આ ફિલ્મ ઓટીટી પર જોઈ શકશો.

https://www.instagram.com/netflix_in/?utm_source=ig_embed&ig_rid=6fff73f9-3624-49c1-a6d2-e5d12985c9f9

 ફિલ્મ મિશન મજનુમાં રશ્મિકા મંદન્ના પણ મેન રોલમાં જોવા મળશે ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ સાથે ‘થેન્ક ગોડ’માં જોવા મળ્યા હતા. અભિનેતા ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘મિશન મજનૂ’માં જોવા મળશે. સ્પાય થ્રિલર ફિલ્મનું નિર્દેશન શાંતનુ બાગચી દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ રોની સ્ક્રુવાલા, અમર બુટાલા અને ગરિમા મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. 

Exit mobile version