Site icon Revoi.in

અભિનેતા સુનીલ ગ્રોવરના દીકરાને પિતાનું આ પાત્ર બિલકુલ પસંદ નથી

Social Share

દિલ્હીઃ ટીવી ઉપર કોમેડી શોમાં ક્યારેક ગુત્થી તો ક્યારેક ડો.મશહૂર ગુલાટી બનીને લોકોના ચહેરા ઉપર હાસ્ય લાવતા કલાકાર સુનીલ ગ્રોવરનો પુત્ર તેમને ગુત્થી તથા કોઈ સ્ત્રી પાત્ર ભજવતા જોવાનું પસંદ કરતો નથી. જો કે, અભિનેતાના પુત્રને મશહૂર ગુલાટીનું પાત્ર સૌથી વધારે પસંદ છે.

સુનીલ ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દીકરો મોહન તેમને ટીવી સ્ક્રીન ઉપર ગુત્થીના પાત્રમાં જોવા નથી માંગતો, મોહનના મતે પિતાને ટીવી ઉપર મહિલાના પાત્રમાં જોઈને મિત્રો મજાક ઉડાવે છે. જો કે, આ અંગે સુનીલ ગ્રોવરે પુત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, લોકો ગુત્થીને પ્રેમ કરે છે. આ તેમનું કામ છે અને ગુત્થી મારા માટે કોઈ મહિલા નથી. તે મારા માટે એક પાત્ર છે. જો કે, દીકરાને ડો. મશહુર ગુલાટીનું પાત્ર વધારે પસંદ આવે છે.

અભિનેતા સુનીલ ગ્રોવર ફરીથી ધ કપિલ શર્મા શોમાં પરત આવી રહ્યાં હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. જો કે, આ તમામ અટકળો ઉપર સુનીલ ગ્રોવરે પૂર્ણ વિરામ મુકતા કહ્યું હતું કે, ભવિષ્યમાં કોઈ સારો પ્રોજેક્ટ હશે ત્યારે જોઈશું.

અભિનેતા હાલ વેબ સીરિઝમાં છવાયેલા છે. આ વર્ષના પ્રારંભમાં તાંડવ વેબ સિરિઝમાં જોવા મળ્યાં હતા. આ ઉપરાંત તાજેતરમાં ક્રાઈમ-કોમેડી વેબ સિરીઝ સનફ્લાવર રિલીઝ થઈ છે. જેમાં સુનીલના અભિયનના વખાણ થઈ રહ્યાં છે. આ સિરીઝમાં સુનીલ ઉપરાંત રણવીર શૌરી, મુકુલ ચઢ્ઢા, આશી, વિદ્યાર્થી, ગીરીશ કુલકર્મી અને સલોની ખન્ના પટેલ જેવા કલાકોરોએ અભિનય કર્યો છે.

Exit mobile version