Site icon Revoi.in

અભિનેત્રી અંકિતા લોખંડેનો કાસ્ટિંગ કાઉચ પર મોટો ખુલાસો, પ્રોડ્યુસર સાથે સુવાની અપાય હતી “ઓફર”!

Social Share

મુંબઈ: બિગ બોસ -17ની મશહૂર કન્ટેસ્ટન્ટ અને ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તાજેતરમાં કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તેના માટે ટેલિવિઝન પર સ્થાન બનાવવું આસાન ન હતું. નાની વયે એક સાઉથના પ્રોડ્યુસરને ઈન્ટરવ્યૂ આપતી વખતે કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડયું હતું.

હાઉટરફ્લાઈની સાથેના એક ઈન્ટરવ્યૂમાં 9 મિનિટ અને 17 સેકન્ડ બાદ અંકિતાએ કાસ્ટિંગ કાઉચના પોતાના અનુભવો સેયર કર્યા હતા. તેણે કહ્યું હતું કે માર સાથે બોમ્બમાં જ કાસ્ટિંગ કાઉચ થયું હતું. મેં સાઉથ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું. મને કોલ આવ્યો કે તમે સાઈન કરવા આવો. હું ઘણી ખુશ હતી, તો મેં મારી માતાને કહ્યુ કે હું સાઈન કરીને આવું છું. મને પણ ડાઉટ હતો કે આટલી આસાનીથી કેવી રીતે થયું ?

અંકિતા લોખંડેએ કહ્યું છે કે જ્યારે હું સાઈન કરવા માટે ગઈ તો અંદર બોલાવવામાં આવી અને મારા કોઓર્ડિનેટરને થોભવા માટે કહેવામાં આવ્યું. મને કહેવામાં આવ્યું કે તારે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. હું તે સમયે માત્ર 19 વર્ષની હતી. ત્યારે મારો હિરોઈન બનવાવાળો ફેઝ ચાલી રહ્યો હતો. મેં પુછયું કે ક્યું કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. તો તેમણે સીદો જવાબ આપ્યો કે તમારે પ્રોડ્યુસર સાથે સુવું પડશે.

અંકિતાએ કહ્યું કે તેણે આ બધું સાંભળીને ઓફરને રિજેક્ટ કરી અને કહ્યુ કે મને નથી લાગતું કે તમારા પ્રોડ્યુસરને કોઈ ટેલેન્ટની તલાશ છે. તેમને માત્ર યુવતી જોઈએ સુવા માટે હું એ યુવતીઓમાંથી નથી. આમ કહીને હું ત્યાંથી ચાલી આવી.

મહત્વપૂર્ણ છે કે અંકિતા લોખંડે પહેલા ઘણી એક્ટ્રેસિસ કાસ્ટિંગ કાઉચના પોતાના અનુભવોને મીડિયા સમક્ષ શેયર કરી ચુકી છે. આ પહેલા સુરવિન ચાવલાએ પણ ખુલાસો કર્યો હતો કે તેમને ત્રણ વાર કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડયું છે. તેમણે કહ્યું હતું કે સાઉથ તરફથી કાસ્ટિંગ કાઉચ ઘણું હતું. પરંતુ કેટલાક સમયથી આ બધું બદલાયું છે. સુરવિન ચાવલાએ કહ્યું હતું કે તેને તે તેની કમર અને છાતીની સાઈઝ પણ પુછવામાં આવતી હતી.

આ પ્રકારે ફિલ્મ અભિનેત્રી ડોનલ બિષ્ટે કહ્યું હતું કે જ્યારે તે એક ડાયરેક્ટર પાસે કામ માંગવા માટે ગઈ હતી, તો તેને કામના બદલામાં સેક્સ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ટીવી એક્ટ્રેસ સ્નેહા જૈને પણ જણાવ્યું હતું કે તેને કરિયરની શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડયો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે તે જ્યારે ગ્રેજ્યુએશનમાં હતી, ત્યારે સાઉથ ફિલ્મોના કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને એક સીરિયલમાં કામના બદલામાં કોમ્પ્રોમાઈઝ કરવાનું જણાવ્યું હતું.