Site icon Revoi.in

અભિનેત્રી પરિણીતી ચોપરા આપના નેતા રાઘવ ચઢ્ઢા સાથે આ તારીખે કરશે સગાઈ

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી પરિણીતી ચોપરા આપના નેતા રાઘવ ચઢ્ઢાને ડેટ કરતી નજરે પડી છએ આ કપલ અવાર નવાર મીડિયાની હેડલાઈનામં આવતું હતું જો કે હવે ફાઈનલી આ બન્ને સેલેબ્સ એકબીજાના થવા જઈ રહ્યા છે જી હા અભિનેત્રી અને આપના નેતાની સગાઈની તારીખ જાહેર કરવામાં આવી છે,.

જો કે અત્યાર સુધી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈને લઈને ઘણી અફવાઓ ફેલાઈ છે, પરંતુ હવે આ કપલની સગાઈની તારીખ સામે આવી નથી. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ક્યાં સગાઈ કરવા જઈ રહ્યા છે.

આ બન્ને લોકોના નજીકના સુત્રો ની જો વાત માનવામાં આવે તો રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા શનિવારે એટલે કે 14મી મેના રોજ સગાઈ કરવા જઈ રહ્યા છે. તેમની સગાઈ દિલ્હીમાં ભ્વય રીતે આોજીત કરવામાં આવશે.

જો આ સગાઈમાં મહેમાનોની વાત કરીએ તો તેમાં પરિવાર અને મિત્રો સહિત કુલ 150 જેટલા જ મહેમાનો સામેલ થવાના અહેવાલ મળી રહ્યા  છે. જોકે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની વાત હજુ સુધી નક્કી થઈ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે પહેલા કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ઘણીવાર સાથે જોવા મળી ચૂક્યા છે. હાલમાં જ બંને ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવા માટે મોહાલીના સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં પહોંચેલા દર્શકોએ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની એક ઝલક જોઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.આ સાથે જ ડિનર ડેટ પર પણ અનેક વખત તેઓ જોવા મળ્યા છે ત્યારથઈ જ તેમની રિલેશનશીપની ચર્ચાઓ વહેતી થઈ હતી ત્યારે ફાઈનલી બન્ને સગાઈ કરવા જઈ રહ્યા છે.

Exit mobile version