Site icon Revoi.in

અદાણી ગ્રીન એનર્જીએ ડેબ્ટ ફાયનાન્સિંગ માટે રૂ.612.30 કરોડ ઉભા કર્યા

Social Share

અમદાવાદ : અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની 3 પેટા કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી (યુપી) લિમિટેડ, પ્રયત્ન ડેવલપર્સ પ્રા.લિમિટેડ અને પરમપૂજય સોલાર એનર્જી પ્રાઈવેટ લિમિટેડ સંયુક્તપણે 930 મેગાવોટના કાર્યરત સોલાર પાવર પ્રોજેકટસ ધરાવે છે. તેમણે પ્રાઈવેટ પ્લેસમેન્ટના ધોરણે તેમના પ્રથમ ડોમેસ્ટીક બોન્ડ ઈસ્યુ મારફતે રૂ.612.30 કરોડ ઉભા કર્યા છે.

મલ્ટીપલ સીરીઝમાં રૂ.10,00,000ની ફેસ વેલ્યુ ધરાવતો એક એવા રેટેડ, લિસ્ટેડ, સિકયોર્ડ, રિડીમેબલ નોન-કન્વર્ટીબલ ડીબેન્ચર્સનો સરેરાશ એન્યુઆલાઈઝ વાર્ષિક કૂપન રેટ, 12 વર્ષ સુધીના ગાળા માટે વાર્ષિક 7.83 ટકા (ફિક્સ) રહેશે. નોન-કન્વર્ટીબલ ડીબેન્ચર્સ મારફતે મળેલાં નાણાં હાલનું ઉંચુ વ્યાજ ધરાવતી રૂપી ટર્મ લોનના અંશતઃ રિફાયનાન્સ માટે ઉપયોગમા લેવાશે. આ નોન-કન્વર્ટીબલ ડીબેન્ચર્સને ક્રિસીલ લિમિટેડે AA/Stable રેટીંગ આપ્યું છે અને ઈન્ડિયા રેટીંગ્સે AA(CE)/Stable રેટીંગ આપ્યું છે. નોન-કન્વર્ટીબલ ડીબેન્ચર્સનું બીએસઈ લિમિટેડના હોલસેલ ડેબ્ટ માર્કેટમાં લીસ્ટીંગ કરાશે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી વિનીત જૈન જણાવે છે કે “નાણાં પ્રાપ્ત કરવાના ખર્ચમાં ઘટાડો કરવો તે અમારા કેપિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં મહત્વ ધરાવે છે. આ ટ્રાન્ઝેક્શનથી કંપનીની વ્યૂહરચનાનો પુનરોચ્ચાર થયો છે અને ફાયનાન્સ કોમ્યુનિટી કંપનીના બિઝનેસ મોડલની તાકાત અને અમારા કેપિટલ મેનેજમેન્ટના અભિગમને ઓળખે છે તેમની પાસેથી મજબૂત ટેકો મેળવવાને કારણે અમને ઉત્સાહ પ્રાપ્ત થયો છે. અમે સાનુકૂળ શરતોથી ભંડોળ મેનેજ કરવાનું ચાલુ રાખીશું. આ સ્થિતિ કંપનીને વધુ નક્કર પ્લેટફોર્મ પર મૂકીને લાંબાગાળાની વૃધ્ધિ માટે આગળ ધપાવે છે.”

ડોમેસ્ટીક ડેબ્ટ માર્કેટમાં ઈસ્યુને મળેલી સફળતાને કારણે ભંડોળ મેળવવાના નવા સ્રોત ખૂલ્યા છે અને મૂડીના માળખામાં વધુ સુગમતા પ્રાપ્ત થવાની સાથે સાથે વ્યાજ ખર્ચમાં ઘટાડો થયો છે.