અમદાવાદ:નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ગ્રુપનું એક અંગ NSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિ.એ જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે મૂલ્યાંકન કરી અદાણી પાવરને ‘૬૫’ ગુણ આપીને “એસ્પાયરિંગ” શ્રેણીમાં મૂકી હોવાનું ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું.
એક સરખા મૂલ્યાંકનમાં અન્ય તમામ મુખ્ય થર્મલ, મિશ્ર ઇંધણ અને સંકલિત ઊર્જા કંપનીઓ કરતાં અદાણી પાવરને ઉચ્ચ સ્થાને મૂકવામાં આવી છે, જે પર્યાવરણીય, સામાજીક અને શાસન (ESG)ના સિદ્ધાંતો પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા અને જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ સાથે ટકાઉ વૃધ્ધિ પરના તેના વ્યૂહાત્મક લક્ષ્યને પ્રતિબિંબિત કરે છે.
ESG પહેલોની વિશાળ શ્રેણી પર સતત લક્ષ્ય કેન્દ્રિત કરીને તદૃ્નુસાર ઉદ્યોગના ઉત્તમ ધોરણો સામે તેના કામકાજની કાબેલિયત અદાણી પાવરનો બેન્ચમાર્ક છે. કંપનીએ કાર્બન ફૂટપ્રિન્ટને વધુ ઘટાડવા માટે અલ્ટ્રા સુપર ક્રિટિકલ બોઇલર્સ જેવી અદ્યતન ઉત્સર્જન વ્યવસ્થાપન તકનીકો અપનાવી તેનો ચોક્સાઇથી અમલ કર્યો કરીને સતત દેખરેખ અને સુધારાત્મક પ્રથાઓમાં રોકાણ કર્યું છે. અદાણી પાવરે ઊર્જા કાર્યક્ષમતાના પગલાં ઉપરાંત સ્થાનિક જળ સંસાધનો પર ન્યૂનતમ અસર સુનિશ્ચિત કરવાના હેતુથી શૂન્ય પ્રવાહી વિસર્જન પધ્ધતિઓ અપનાવીને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપી છે.
સમાજોત્કર્ષ માટે યોગદાન આપવા કંપનીએ વિવિધ સમુદાયો માટે શિક્ષણ, આરોગ્યસંભાળ અને કૌશલ્ય નિર્માણ પર ભાર મૂકી સમુદાયોના વિકાસ કાર્યક્રમોનો વ્યાપ વિસ્તાર્યો છે. વંચિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમો, આરોગ્ય શિબિરો અને આજીવિકા વધારવાના પ્રકલ્પો જેવી પહેલો અદાણી પાવરના સમાવેશી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા સાથે કર્મચારીઓની સુખાકારી, સલામતીની તાલીમ અને તેના કામકાજના સ્થળોએ વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકે છે.
અદાણી પાવર શાસન સંબંધી વિવિધ પરિબળો પર નિયમોથી નિર્ધારિત લઘુત્તમ આવશ્યકતાઓથી વિશેષ સુચારુ ભૂમિકા અદા કરે છે. નોમિનેશન અને રેમ્યુનરેશન સમિતિમાં સ્વતંત્ર ડિરેક્ટરોની સંખ્યા આવશ્યકતાઓ કરતાં ઘણી સારી છે. તે જ પ્રમાણે ઓડિટ કમિટીમાં સ્વતંત્ર ડિરેક્ટરનું પ્રતિનિધિત્વ વૈધાનિક માર્ગદર્શિકા કરતાં વધુ સારું છે. સ્વતંત્ર ડિરેક્ટરોની જરૂરી થ્રેશોલ્ડ કરતાં જોખમ વ્યવસ્થાપન સમિતિની રચના વધુ સારી રીતે કરવામાં આવી છે. મૂલ્ય શૃંખલામાં જવાબદાર પ્રથાઓ સુનિશ્ચિત કરે તેવા સપ્લાયર અને કોન્ટ્રાક્ટરના ESGના કડક ધોરણો પણ કંપનીએ અપનાવ્યા છે.
આ અભિગમ સાથે અદાણી પાવર ઊર્જા ક્ષેત્રમાં જવાબદાર અને ટકાઉ વ્યવસાય માટે નવા માપદંડો સતત સ્થાપિત કરી રહી છે. તાજેતરની વૈશ્વિક મૂલ્યાંકન જાહેરાતોને અનુસરતા NSE સસ્ટેનેબિલિટી રેટિંગમાં સસ્ટેનાલિટીક્સના ESG રિસ્ક રેટિંગ ‘મધ્યમ જોખમ’નો સ્કોર 29.2 જ્યારે ગ્લોબલ ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીનો સરેરાશ સ્કોર 36.9 છે (નીચો એટલે સારું). CSR HUB એ અદાણી પાવર ને 77% ESG રેટિંગ આપ્યું છે, જે વૈશ્વિક ઉદ્યોગના સરેરાશ 51% કરતા નોંધપાત્ર રીતે ઉલ્લેખનીય છે. આ સ્વતંત્ર મૂલ્યાંકન અદાણી પાવરને ESG ના હેતુ માટે સંકલ્પબદ્ધ બનાવવા સાથે તેના તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના ટકાઉ મૂલ્યમાં વધારો કરવાની દીશામાં આગળ વધારે છે.

