Site icon Revoi.in

અદાણી ટોટલ ગેસનું Q1 FY23 પરિણામ જાહેરઃ PNG ગ્રાહકોની સંખ્યા 6 લાખને પાર, સીએનજી સ્ટેશનો વધીને 349 થયા

Social Share

અમદાવાદ, 4 ઑગસ્ટ 2022: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) 30 જૂન 2022ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાની ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીની જાહેરાત કરી હતી.

સ્ટેન્ડઅલોન ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ હાઇલાઇટ્સ:

વિગતો UoM Q1 FY23 Q1 FY22 % Change
YoY
ઓપરેશનલ પર્ફોર્મન્સ
વેચાણ વોલ્યુમ MMSCM 183 140 31%
CNG વેચાણ MMSCM 109 68 61%
PNG વેચાણ MMSCM 74 72 3%
નાણાકીય વિગતો
ઓપરેશન્સમાંથી આવક INR Cr 1,110 522 113%
નેચરલ ગેસની કિંમત Rs Cr 785 245 221%
EBITDA INR Cr 228 215 6%
કર પહેલાંનો નફો INR Cr 185 185
કર પછીનો નફો INR Cr 138 138

 પરિણામોની ટૂંકમાં સમજણ FY23 Q1 FY23 (Y-o-Y)

અદાણી ટોટલ ગેસના સીઈઓ શ્રી સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે “મુખ્યત્વે ભૌગોલિક રાજકીય પરિબળો તેમજ સમગ્ર વિશ્વમાં પુરવઠાની અછતને કારણે ઇનપુટ ગેસના ભાવોમાં વધારો CGD ઉદ્યોગ માટે પડકારજનક છે, નજીકના ભવિષ્યમાં પણ તે ચાલુ રહેવાની સંભાવના છે. ગેસના ભાવમાં થયેલા અચાનક ઉછાળાના કારણે ATGLએ ગ્રાહકોના હિતને ધ્યાને લઈ તેની વેચાણ કિંમતમાં વધારો માપાંકિત કર્યો છે.”  તેમણે ઉમેર્યુ હતું કે, “ટીમ ATGL 6 લાખ PNG ઉપભોક્તાઓનો આંક વટાવીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોરચે ડિલિવરી કરવામાં સ્થિતિસ્થાપક રહી છે અને નવા 15 CNG સ્ટેશન ઉમેરતા તે વધીને કુલ 349 CNG સ્ટેશન થયા છે.

નાણાંકીય મોરચે વોલ્યુમમાં 31% વૃદ્ધિ સાથે ATGL તેના ઓપેક્સને ઑપ્ટિમાઇઝ કરીને તેની નફાકારકતા ટકાવી રાખવામાં સક્ષમ રહી છે. ATGL ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેથી તે ભવિષ્યમાં વધુમાં વધુ ગ્રાહકોને સેવા આપવા તૈયાર રહી શકે અને ગેસ આધારિત અર્થતંત્રમાં રાષ્ટ્રના વિકાસ યાત્રામાં યોગદાન આપી શકે.