Site icon Revoi.in

બ્લેક ફંગસની સારવારમાં જરૂરી દવાનો પુરતો સ્ટોકઃ મનસુખ માંડવિયા

Social Share

દિલ્હીઃ ભારતમાં જો બ્લેક ફંગસના કેસોમાં વધારો થાય છે, તો એમ્ફ્ટોરિસિન બી દવા અને અન્ય દવાઓ કે જે મ્યુકોર્માયકોસિસના દર્દીઓની સારવાર માટે જરૂરી છે તેની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધતા માટે ભારત તૈયાર છે. ભારતે સ્થાનિક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે જેમાં પાંચ ગણાથી વધુનો વધારો થયો છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, લિપોસોમલ એમ્ફોટોરિસિન બીનું ઘરેલું ઉત્પાદન એપ્રિલમાં માત્ર 62,000 શીશીઓ હતું અને હવે જૂન, 2021માં તે 3.75 લાખ શીશીઓ વટાવે તેવી સંભાવના છે. ઘરેલું ઉત્પાદનમાં વધારો કરતી વખતે, ભારતે મેસર્સ માયલન દ્વારા 9,05,000 લિપોસોમલ એમ્ફોટોરિસિન બ્રાયલ્સ આયાત કરવાનો ઓર્ડર પણ આપ્યો હતો. દેશમાં એમ્ફોટેરિસિન બી દવાઓની ઉપલબ્ધતાને વધારવા માટે કોઈ કસર છોડશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાઓને લિપોસોમલ એમ્ફોટોરિસિન બીની કુલ 7,28,045 શીશીઓ ફાળવી છે. એમ્ફ્ટોરિસિન બી દવા મ્યુકોર્માયકોસિસની સારવાર માટે વપરાય છે, જેને સામાન્ય રીતે બ્લેક ફંગસ તરીકે ઓળખવામાં આવે છે.