Site icon Revoi.in

આદિપુરુષનું પહેલું ગીત ‘જય શ્રી રામ’ રિલીઝ થયું,ગીતના લિરિક્સ સાંભળ્યા બાદ યુઝરે કરી કમેન્ટ

Social Share

મુંબઈ:ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં રિલીઝ થયેલી મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવ્યું છે. તે જ સમયે, હવે આ ફિલ્મનું પહેલું ગીત ‘જય શ્રી રામ’ રિલીઝ થઈ ગયું છે, જે સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હલચલ વધી ગઈ છે.

શનિવારે ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ આખરે મોસ્ટ અવેટેડ વિડિયો ગીત ‘જય શ્રી રામ’ રિલીઝ કર્યું. મનોજ મુન્તાશિર શુક્લા દ્વારા લખાયેલ આ ગીતના બોલ રુંવાટા ઉભા કરી દે તેવા છે, અને તે વિઝ્યુઅલ્સ સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. ગીતનું મ્યુઝિક અજય-અતુલે આપ્યું છે, જે રિલીઝ થયા બાદ યુટ્યુબ પર ધમાલ મચાવી ગયું છે.

ગીતના દ્રશ્યો હૃદયને સ્પર્શી જાય તેવા છે. જ્યાં પ્રભાસ શ્રીરામના પાત્રમાં ખૂબ જ સારો લાગે છે. તો ત્યાં જ, કૃતિ સેનન જાનકી તરીકે તેની સુંદરતાથી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ગીતના લિરિક્સ સાંભળ્યા બાદ અને વીડિયો જોયા બાદ ફેન્સ તેના પર રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘મનોજ મુન્તાશીર સર ડિવાઈન લિરિક્સને સલામ.’ બીજાએ લખ્યું કે, ‘આદિપુરુષના નિર્માતાઓ દરરોજ રુંવાટા ઉભા કરી રહ્યા છે.’ તે જ સમયે, અન્ય એકે લખ્યું કે, ‘આ ગીત પેઢીઓ સુધી યાદ રહેશે.

ફિલ્મ ‘આદિપુરુષ’ની વાત કરીએ તો ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ રામાયણ પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રભાસ રામ, કૃતિ સેનન જાનકી અને સની સિંહ લક્ષ્મણની ભૂમિકામાં છે. સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળવાનો છે. કૃષ્ણ કુમાર, રાજેશ નાયર, ભૂષણ કુમાર, પ્રસાદ સુતાર અને ઓમ રાઉત દ્વારા નિર્મિત, આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 9 મેના રોજ રિલીઝ થયેલા ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ ખૂબ જ વધારી દીધો છે. તે 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલું હિન્દી ટ્રેલર સાબિત થયું છે.