Site icon Revoi.in

આદિત્ય એલ-1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે,ઈસરોએ જારી કર્યું અપડેટ

Social Share

દિલ્હી:  ચંદ્રયાન-3ની સફળતાના દિવસો બાદ ભારતે ગયા મહિને તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે ‘આદિત્ય L1’ એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર ‘લેગ્રાંજિયન-1 (L-1)’ બિંદુ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ અપડેટ જારી કર્યું છે કે આદિત્ય એલ-1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રાંજિયન-1 સુધી પહોંચી જશે.

ઈસરોના વડા એસ સોમનાથનું કહેવું છે કે તે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. હાલમાં, પૃથ્વીથી L-1 બિંદુ સુધી પહોંચવામાં લગભગ 110 દિવસ લાગે છે. તેથી, જાન્યુઆરીના મધ્ય સુધીમાં તે L-1 પોઈન્ટ પર પહોંચી જશે. આ પછી, આદિત્ય એલ-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંજિયન પોઈન્ટના પ્રભામંડળની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે. આદિત્ય એલ-1 પર પેલોડ સૂર્યપ્રકાશ, પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રોનો અભ્યાસ કરશે.

નોંધનીય છે કે ISROએ 2 સપ્ટેમ્બરે PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ ઉડાન ભરશે. ઈસરોએ કહ્યું હતું કે આદિત્ય એલ1 તેની ભ્રમણકક્ષા બદલીને આગલી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. આદિત્ય L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે. આ સમયગાળા દરમિયાન, તેની ભ્રમણકક્ષાને પાંચ વખત બદલવા માટે પૃથ્વી બાઉન્ડ ફાયરિંગ કરવામાં આવશે.