Site icon Revoi.in

 એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું  એડવાંન્સ બૂકિંગ જોરદાર  , ટિકિટનું  થઈ રહ્યું છે ધૂમ વેચાણ

Social Share

દિલ્હી – એનિમલ  ફિલ્મ ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે  એડવાન્સ બુકિંગના આંકડા થી જાણવા મળે છે કે રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ મોટા પડદા પર હિટ થવાની તૈયારી માં  છે.

એક તરફ એનિમલની સ્ટાર કાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે દેશભરમાં જઈ રહી છે, તો બીજી તરફ ફિલ્મના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. આમાં રણબીર કપૂર અને બોબી દેઓલના ગ્રે શેડના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, જ્યારે રશ્મિકાના સોફ્ટ અને બબલી કેરેક્ટર પણ લોકોના દિલ જીતી રહ્યા છે.

 જંકરી મુજબ હૈદરાબાદમાં, હજારો ટિકિટોનું એડવાન્સ બુકિંગ થોડા કલાકોમાં થઈ ગયું છે, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ શરૂઆતના દિવસે જ ઘણા મોટા રેકોર્ડ તોડશે તેવી આશા  સેવાઇ રહી છે. 

ગુરુવારે સાંજે 5 વાગ્યે હૈદરાબાદમાં એનિમલ ફિલ્મના એડવાન્સ બુકિંગ માટે કેટલાક સ્લોટ ખોલવામાં આવ્યા હતા અને થોડા કલાકોમાં, આ ફિલ્મની 5000 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે એનિમલનું  બુકિંગ હજુ સંપૂર્ણ રીતે શરૂ થયું નથી, તે 26 નવેમ્બરથી શરૂ થશે. તે જ સમયે, યુએઈ અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ વીકએન્ડ પર શરૂ થશે, પરંતુ તે પહેલા જ આ ફિલ્મનો અદભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મમાં  રશ્મિકા મંદન્ના અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, આ સિવાય અનિલ કપૂર રણબીર કપૂરના પિતાની ભૂમિકા ભજવશે, જ્યારે બોબી દેઓલ નકારાત્મક ભૂમિકામાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યો છે.
આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડીએ કર્યું છે, જ્યારે ભૂષણ કુમાર, મુરાદ ખેતાની અને પ્રણય વાંગાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે દેશભરમાં રિલીઝ થશે. કે બ્રહ્માસ્ત્ર પછી રણબીર કપૂરની આ પહેલી ફિલ્મ છે, તેથી આ ફિલ્મ પાસેથી ઘણી આશા રાખવામાં આવી રહી છે.
Exit mobile version