Site icon Revoi.in

શાહરુખ-દિપીકાની ફિલ્મ ‘પઠાણ’ના એડવાન્સ બુકિંગની શાનદાર શરુઆત – 3 કરોડોના આંકડો વટાવ્યો

Social Share

મુંબઈઃ- તાજેતરમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ ખૂબ ચર્ચામાં છે.દિપીકાએ બેશરમ રંગમાં કેસરી કલરની બિકીની પહેરી હતી જેને લઈને વિવાદ સર્જાયો હતો જો કે મહત્વની વાત એ છે કે અનેક વિવાદ છત્તા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થતાની સાથે જ ગણતરીના કાલકોમાં જ ફિલ્મનું શાનદાર બુકિંગ થઈ રહ્યું છે.

આ વાત પરથી અઁદાજો લગાવી શકાય છે કે પઠાણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી  શકે છે. પઠાણનું પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યું છે. સાથે જ હવે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે ભારતમાં લિમિટેડ થિયેટરોમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે ફિલ્મે અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયાની કમાણી પણ કરી લીધી છે.

 યશરાઝ બેનર હેઠળ બનેલી આ ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગઇ છે. પહેલા એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ તે આજથી શરૂ થઇ ગઈ છે. પ્રારંભિક આંકડાઓ મુજબ, ફિલ્મે અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગમાં 3.68 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

 એડવાન્સ બુકિંગ શરૂ થયાના કલાકોમાં જ રૂ. 1 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. વધુમાં, અહેવાલો દાવો કરે છે કે હૈદરાબાદ, દિલ્હી અને મુંબઈમાં કેટલાક શો પહેલેથી જ વેચાઈ ગયા છે.પઠાણ મર્યાદિત થિયેટરોમાં શરૂ થતા એડવાન્સ બુકિંગના માત્ર 5 કલાકમાં રૂ. 1 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ છે.

હવે એડવાન્સ બુકિંગને જોતા આશઆ સેવાઈ રહી છે કે આ ફિલ્મ પઠાણના ઓપનિંગ ડે વધુ સારી કમાણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ એક જાસૂસી એક્શન ફિલ્મ છે.

Exit mobile version