Site icon Revoi.in

દિલ્હીમાં દક્ષિણ આફ્રિકી કોરોના સ્ટ્રેઇનનો પ્રથમ દર્દી મળી આવ્યો

Social Share

ભારતના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે.જેના કારણે દેશમાં દરરોજ સામે આવતા પોઝિટીવ કેસો પણ વધી રહ્યા છે. આ દરમિયાન પાટનગર દિલ્હીમાં એક એવા ખતરાએ દસ્તક દીધી છે. જ્યાં કેરળના 33 વર્ષીય વ્યક્તિમાં દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેઇનની પુષ્ટિ થઇ છે. આ વ્યક્તિને લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાના આ નવા વેરિએન્ટનો આ પહેલો કેસ છે.

અધિકારીઓએ જણાવ્યું કે,નિયમો મુજબ, આ યાત્રીનો એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યો. તે દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો,એટલા માટે પહેલેથી જ એવી સંભાવના હતી કે, તે કોરોનાના નવા સ્ટ્રેઇનથી સંક્રમિત થઇ શકે છે. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે આવેલી રિપોર્ટમાં તે દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ.

આ પહેલા દિલ્હીમાં ઘણા લોકો યુકેના વેરિએન્ટથી પણ સંક્રમિત થયા હતા.અને બ્રાઝીલના વેરિએન્ટથી સંક્રમિત એક દર્દી પણ મળી આવ્યો હતો. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકાનો કોરોના વેરિઅન્ટ પ્રથમ વખત જોવા મળ્યો હતો.

-દેવાંશી