Site icon Revoi.in

કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયના નેતા અધ્યક્ષ તરીકે મળ્યાં, મલ્લિકાર્જુન ખડગે બનશે અધ્યક્ષ

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. અધ્યક્ષ પદની ચૂંટણીમાં સિનિયર નેતા મલ્લિકાર્જન ખડગેનો વિજય થયો હતો. આમ હવે 24 વર્ષ બાદ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારની બહારના નેતાની પસંદગી થઈ હતી. અધ્યક્ષ પદની ચૂંટણીમાં સાંસદ શશી થરૂરનો પરાજય થયો હતો. પરિણામ જાહેર થયા બાદ શશી થરૂરએ મલ્લિકાર્જન ખડગેને શુભેચ્છા પાઠવી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂરે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ગાંધી પરિવારના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાઈ ન હતી. બે દિવસ પહેલા જ અધ્યક્ષપદની ચૂંટણી માટે સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓએ મતદાન  કર્યું હતું. આ ચૂંટણીમાં 96 ટકા કરતા પણ વધારે મતદાન થયું હતું.

ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. મલ્લિકાર્જુન ખડગેને 7897 અને શશી થરૂરને 1072 વોટ મળ્યાં હતા. આમ નવા અધ્યક્ષ તરીકે ખડગે ચૂંટાઈ આવ્યાં હતા. જો કે, હજુ સુધી પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયના નેતા અધ્યક્ષ તરીકે મલશે.

શશિ થરૂરે ટ્વીટ કરીને નવા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના અધ્યક્ષ બનવું એ એક મહાન સન્માન અને મોટી જવાબદારી છે. હું મલ્લિકાર્જુન ખડગે જીને આ કાર્યમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે તેવું ઈચ્છું છું. એક હજારથી વધુ સાથીનો ટેકો મેળવવો અને સમગ્ર ભારતમાં કોંગ્રેસના ઘણા શુભચિંતકોની આશાઓ અને આકાંક્ષાઓને આગળ ધપાવવી એ એક સૌભાગ્યની વાત હતી.