Site icon Revoi.in

દિલ્હીમાં કોરોના અને મંકીપોક્સ પછી ડેન્ગ્યુનો કહેર,20 ઓગસ્ટ સુધી આટલા કેસ નોંધાયા 

Social Share

દિલ્હી:રાજધાનીમાં કોરોના અને મંકીપોક્સ બાદ હવે ડેન્ગ્યુએ પણ તેની ઝડપ વધારી દીધી છે, આ સાથે દરેક લોકો ડેન્ગ્યુ મચ્છરથી ડરવા લાગ્યા છે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, 20 ઓગસ્ટ 2022 સુધી રાજધાનીમાં ડેન્ગ્યુના 189 કેસ નોંધાયા છે.ઓગસ્ટ મહિનામાં સતત વરસાદના કારણે ડેન્ગ્યુના કેસ વધવા લાગ્યા હતા.

અગાઉ 2017માં જુલાઈ મહિના સુધી 185 કેસ નોંધાયા હતા, ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે,ચોમાસામાં મચ્છરોના કારણે ડેન્ગ્યુના કેસોની સંખ્યા વધી રહી છે, જોકે આ વર્ષે અત્યાર સુધીમાં એક પણ ડેન્ગ્યુ દર્દીનું મૃત્યુ થયું નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના 12 ઝોનમાં ડેન્ગ્યુના એટલા બધા કેસ નોંધાયા છે કે ડેન્ગ્યુને રોકવા માટે દિલ્હીમાં 200 હોટ સ્પોટ ચિન્હિત કરવામાં આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશને એવો પણ આદેશ કર્યો છે કે,જ્યાં જ્યાં મચ્છરો જોવા મળે ત્યાં તાત્કાલિક દવાનો છંટકાવ કરવામાં આવે.