Site icon Revoi.in

વેરાવળમાં  ઘરમાં ઘુસીને યુવકે યુવતી પર ચપ્પુના ઘા ઝિંક્યા- એસિડની બોટલ અને હથોડી પણ મળી, યુવતી હોસ્પિટલમાં દાખલ

Social Share

ગીર-સોમનાથઃ- તાજેતરમાં જ સુરતમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો આ મર્ડર કેસ  ચર્ચામાં છે તેની ચર્ચા હજી ચાલુ જ છે ત્યા ગુજરાતમાં આવી બીજી એક ઘટના બનવા પામી છે.,  હવે ફરી એક આજ પ્રકારની ઘટના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ મથકમાં બનવા પામી છે. જાણે પ્રેમમાં પડેલા યુવકો  હવે સાઈકો થઈ રહ્યા હોય તેવી ઘટનાઓ  સતત સામે આવતી જોવા મળી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સોમવારે ગઇકાલે સાંજે વેરાવળની ટાગોર સોસાયટીમાં આવેલા મકાનમાં  એક યુવતી એકલી હતી ત્યારે એક યુવકે ઘરમાં ઘૂસી યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. જો કે યુવતીએ બુમાબુમ કરતા લોકો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને તરત યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી

આ યુવકે એટલી હદે ચપ્પુના ધા મર્યા હતા કે યુવતીના ઘરમાં દિવાલો પર અને ફર્શ પર લોહી વહેતું થયું હતું આ સાથે જ યુવતીને 20થી વધુ ટાકાઓ લેવા પડ્યા હતા,જેના કારણે યુવતીનો અડઘો ચહેરો અને દાઢીનો ભાગ ઈજાગ્રસ્ત થયો છે.

જો કે આ ઘટનામાં પ્રેમ પ્રકરણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે જે ઘરમાં આ ઘટના બની છે ત્યાથી પોલીસને એક હથોડી તથા એસિડની બોટલ પણ મળી આવી છે,જેથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે યુવક યુવતીને નુકશાન પહોચાડવા જ આવ્યો હતો.

આ સમગ્ર મામલે ઘટનાની જાણ થતા વેરાવળ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર તરત જ આવી પહોંચી હતી. જો કે હુમલો કરનાર યુવક પોલીસના હાથે ચઢ્યો છે, ત્યારે હવે આ ઘટનામાં કયું કારણ જવાબદાકર છે તે અંગે પોલીસ આરોપી પૂછપરછ કરશે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના બનતાની સાથે જ સોશિયલ મીડિયા પર સતત વીડિયો વાયરલ થઈ રહ્યા છે, અને લોકો રોષે ભરાયા છે.પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતી પર હુમલો કર્યા હોવાની વાત સામે આવી રહી છે.આ ઘટનાને લીને સમગ્ર વેરાવળ પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સવાલ એ છે કે ઘરમાં પણ કોઈ કેટલું સલામત છે?