Site icon Revoi.in

જ્ઞાનવાપી બાદ હવે MPમાં ભોજશાળામાં ASI શુક્રવારથી શરૂ કરશે સર્વે, જાણો સદીઓ જૂનો શું છે વિવાદ?

Social Share

ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળામાં શુક્રવારથી આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. સર્વે દરમિયાન મુખ્યત્વે એ વાત સામે આવી શકે છે કે અહીં ક્યાં પ્રકારના પ્રતીક ચિન્હો છે. ક્યાં પ્રકારની અહીંની વાસ્તુશૈલી છે. તેની સાથે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ક્યાં પ્રકારની ધરોહર છે.

થોડાક દિવસો પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર ખંડપીઠે ભોજશાળામાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને સર્વેનો આદેશ આપ્યો હતો. હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં મુસ્લિમોને ભોજશાળામાં નમાજ પઢવાથી રોકવા અને હિંદુઓને નિયમિતપણે પૂજાનો અધિકાર આપવાની માગણી કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે એએસઆઈને વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપ્યો. આના પહેલા તમામ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો.

હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા એડવોકેટ હરિશંકર જૈન અને એડવોકેટ વિષ્ણુશંકર જૈને પેરવી કરી હતી. તેમણે પોતાની દલીલમાં કહ્યુ હતુ કે પૂર્વમાં પણ જે સર્વેક્ષણ થયું છે, તે સ્પષ્ટ જણાવે છે કે ભોજશાળા વાગ્દેવી મંદિર છે. અહીં હિંદુઓને પૂજા કરવાનો પુરો અધિકાર છે. આ અધિકાર આપવાથી ભોજશાળાના ધાર્મિક ચરિત્ર પર કોઈ બદલાવ થશે નહીં.

મહત્વપૂર્ણ છે કે ભોજશાળા વિવાદ સદીઓ જૂનો છે. હિંદુ પક્ષનું કહેવું છે કે તે સરસ્વતી દેવીનું મંદિર છે. સદીઓ પહેલા મુસ્લિમોએ તેની પવિત્રતા ભંગ કરતા અહીં મૌલાના કમાલુદ્દીનની મજાર બનાવી હતી. અહીં આજે પણ દેવીદેવતાના ચિત્રો અને સંસ્કૃતમાં શ્લોકો લખેલા છે. અંગ્રેજ ભોજશાળામાં લગાવાયેલી વાગ્દેવીની મૂર્તિને લંડન લઈ ગયા હતા.