Site icon Revoi.in

મહેન્દ્રસિંહ ધોની, મહંમદ અઝહરુદ્દિન પછી હવે સૌરવ ગાંગુલી પર બની શકે છે ફિલ્મ

Social Share

મુંબઈ: ભારતને વર્ષ 2011માં વિશ્વકપ જીતાડનાર મહેન્દ્રસિંહ ધોની પર ફિલ્મ બની છે, મહંમદ અઝહરુદ્દીનની રિયલ લાઈફને ફિલ્મી પડદે જોઈ ચુકાઈ છે ત્યારે હવે દાદાની ફિલ્મ પણ થિયેટરોના પડદે આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

BCCIના અધ્યક્ષ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ બાબતે જાણકારી આપી છે કે તેમણે લાંબા સમયથી જોવાઈ રહેલી રાહનો અંત લાવ્યો છે અને કહ્યું કે “મે બાયોપિકને લઈને હા કહી છે.” સૌરવ ગાંગુલીના આ અંગ્રે પુષ્ટી કર્યા બાદ ફિલ્મ બનાવવાનો માર્ગ હવે સાફ થઈ ચુક્યો છે.

જો કે ખેલાડીઓ પર આધારીત અનેક ફિલ્મો બની ચુકી છે. જે દર્શકોને પસંદ પણ આવી છે. બોલિવુડ પણ રમત જગતના ખેલાડીઓ આધારીત ફિલ્મોને શાનદાર રુપે બનાવી ચુક્યા છે. સૌરવ ગાંગુલીના રોલ માટે રણબીર કપૂર સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મને લઈને કેટલીક નવી જાણકારીઓ સામે આવી રહી છે. જે મુજબ પ્રોડકશન હાઉસ સાથે અનેક બેઠકો યોજવા બાદ રણવીર કપૂરના નામને પસંદ કરવામાં આવ્યું છે.

ગાંગુલીની યંગ લાઈફથી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટર સુધીને કહાની બતાવવામાં આવી શકે છે. ફિલ્મમાં તેની કેપ્ટનશીપની કહાની ઉપરાંત ભારતીય ક્રિકેટમાં તેણે સંભાળેલા અધિકારીક પદોની દાસ્તાન પણ સામેલ હોઈ શકે છે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તે નિશ્વિત નથી. જોકે હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે.