Site icon Revoi.in

દિલ્હીમાં દોઢ વર્ષથી પણ વધુ સમયબાદ આજથી ઘોરણ 1 થી 8ની શાળાઓ ખુલશે

Social Share

 

દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં કોરોના મગહામારીને કારણે 19 મહિના પછી ખાનગી અને સરકારી શાળાઓ આજથી  ખુલવા જઈ રહી છે,જેમાં ધોરણ 1 થી 8 સુધીના વર્ગો કેટલીક શરતો સાથે ખુલી  રહ્યા છે. જો કે, શાળા ખુલ્યા બાદ પણ ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. કોઈપણ શાળા વાલીઓને તેમના બાળકોને શાળાએ મોકલવા દબાણ કરી શકે નહીં. વાલીઓ પોતાના બાળકોને પોતાની મરજીથી શાળાએ મોકલી શકે છે. આ માટે શાળા દ્વારા મોકલવામાં આવેલા ગૂગલ ફોર્મ પર તેમની પાસેથી સંમતિ લેવામાં આવી છે.

ગયા અઠવાડિયે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા 1 નવેમ્બરથી તમામ ખાનગી અને સરકારી શાળાઓ ખોલવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. ડીડીએમએ આદેશમાં કહ્યું હતું કે શાળાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે વર્ગમાં 50 ટકાથી વધુ હાજરી ન હોય.

બીજી તરફ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, કેટલીક શાળાઓ દિવાળી પછી તેમનો એક્શન પ્લાન નક્કી કરશે. મયુર વિહારની વિદ્યા બાલ ભવન સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ.સતબીરે જણાવ્યું કે વાલીઓને સંમતિ પત્ર મોકલવામાં આવ્યો છે. જો કે, મોટાભાગના વાલીઓ તરફથી સંમતિ પત્ર મળ્યો ન હતો. સાથે જ જે વાલીઓના સંમતિ પત્ર મળ્યા છે, તેઓએ છઠ પૂજા બાદ શાળા ખોલવાની માંગ કરી છે. જેને કારણે દિવાળઈ બાદ પણ ઘણી શાળાઓ ખુલશે

રોહિણીની એમઆરજી સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, સ્કૂલ એવા સ્ટાફની રાહ જોઈ રહી છે જેમણે રસીના બંને ડોઝ લીધા છે. તે જ સમયે, પીતમપુરામાં મોડર્ન પબ્લિક સ્કૂલ, ડીએવી પબ્લિક સ્કૂલ, ઈન્ડિયન સ્કૂલ અને બાલ ભારતી સ્કૂલ દિવાળી પછી ખુલશે.

ઉલ્લેખનીય છે કે ,ડીડીએમએ દ્વારા જારી કરાયેલા આદેશ પ્રમાણે માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને જ વર્ગમાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ફરજિયાત થર્મલસ્ક્રીનિંગ, અલગ લંચ બ્રેક, વૈકલ્પિક બેઠક વ્યવસ્થા અને નિયમિત મહેમાનોના આગમનને ટાળવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. DDMA અનુસાર, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફને શાળાઓમાં આવવા દેવામાં આવશે નહીં.