Site icon Revoi.in

મધર ડેરી અને અમૂલ બાદ હવે વેરકા બ્રાંડે પણ દૂધના ભાવમાં વધારો ઝિંક્યો

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસના રોજ જાણીતી ડેરી અમૂલેએ પોતાની પ્રડોક્ટના ભઆવમાં વધારો કર્યો છે આ પહેલા પણ ણધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા હતા ,મોંધવારી વચ્ચે જનતા પર બેવડો માર પડી રહ્યો છે, રોજીંદા વપરાશમાં લેવાતું દૂધ હવે મોંધુ થયું છે ત્યારે હવે જાણીતી અન્ય બ્રાંમડ વેરકાએ પણ દૂધની કિંમતોમાં વધારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વેરકા પંજાબની લોકપ્રિય ડેરી છે. પંજાબની લોકપ્રિય બ્રાન્ડ વેરકાએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. વેરકામાંથી દૂધના ભાવમાં લિટરે 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર વેરકાએ  તેના દૂધના ભાવમાં મોટો વધારો કરીને ફુલ ક્રીમ દૂધના લિટર દીઠ રૂ. 60 કરી દીધા છે. ટોન્ડ દૂધની કિંમત પ્રતિ લીટર રૂ.51 વધારી દેવામાં આવી છે. સમાન ધોરણના દૂધની કિંમત પ્રતિ લીટર રૂ.57 વધારી દેવામાં આવી છે. વેરકા દૂધના આ વધેલા ભાવો આજ સવારથી અમલમાં આવી ગયા છે.