મધર ડેરી અને અમૂલ બાદ હવે વેરકા બ્રાંડે પણ દૂધના ભાવમાં વધારો ઝિંક્યો
- વેરકા બ્રાંડે પણ દૂધના ભાવ વધઝાર્યા
- આ પહેલા અમૂલ અને મધર ડેરીએ પણ વધાર્યા છે ભાવ
દિલ્હીઃ- વિતેલા દિવસના રોજ જાણીતી ડેરી અમૂલેએ પોતાની પ્રડોક્ટના ભઆવમાં વધારો કર્યો છે આ પહેલા પણ ણધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા હતા ,મોંધવારી વચ્ચે જનતા પર બેવડો માર પડી રહ્યો છે, રોજીંદા વપરાશમાં લેવાતું દૂધ હવે મોંધુ થયું છે ત્યારે હવે જાણીતી અન્ય બ્રાંમડ વેરકાએ પણ દૂધની કિંમતોમાં વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વેરકા પંજાબની લોકપ્રિય ડેરી છે. પંજાબની લોકપ્રિય બ્રાન્ડ વેરકાએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. વેરકામાંથી દૂધના ભાવમાં લિટરે 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ પહેલા અમૂલ ગોલ્ડ મિલ્કમાં એક લિટર દૂધ પર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અમૂલ ગોલ્ડ મિલ્ક કે જેની કિંમત 63 રૂપિયા પ્રતિ લીટર હતી તે વધારીને 66 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. એ જ રીતે, ભેંસના દૂધના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરીને 65 રૂપિયાથી 70 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.ત્યારે હવે પંજાબની બ્રોંડ વેકરા પણ અમૂલની તર્જ પર ભાવ વધારતી જોવા મળી છે.જેવની સીધી અસર પંજાબવાસીઓ પર થયેલી જોવા મળશે.
tags:
verka