- પીએનજીની કિંમતમાં પણ વધારો
- લોકોનો આર્થિક બોઝ વધ્યો
- પીએનજીની કિંમતમાં 4.25 રૂપિયાનો વધારો
અમદાવાદ: જે રીતે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, સાથે અન્ય જીવનજરૂરી વસ્તુઓ પણ મોંધી થઈ છે તેને જોતા લાગે છે કે લોકોએ હવે ખરીદી ઓછી કરી દેવી પડશે. આવામાં હવે પીએનજીની કિંમતમાં પણ જોરદાર વધારો થતા લોકોને આર્થિક રીતે વધારે તકલીફ ઉભી થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે હવે PNGની કિંમતમાં 4.25 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે અને 12 કલાકમાં બીજી વખત મોંઘવારીનો ‘બોમ્બ’ ફૂટ્યો છે. દિલ્હી-NCRમાં PNG સપ્લાય કરતી IGL કંપનીના જણાવ્યા અનુસાર નવો ભાવ વધારો 14 એપ્રિલથી અમલમાં આવી ગયો છે. તેની સાથે ગૌતમબુદ્ધનગર જિલ્લામાં ગુરુવારથી PNGની કિંમત 45.96 પરૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) થઈ ગઈ છે. હવે ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં સમાન કિંમતે PNG ઉપલબ્ધ થશે. જ્યારે, ગુરુવારથી દિલ્હીમાં PNGની કિંમત 45.86 પ્રતિ SCM થઈ ગઈ છે. જ્યારે ગુરુગ્રામમાં PNGની કિંમત હવે વધીને 44.06 રૂપિયા પ્રતિ SCM થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં CNGના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા અઠવાડિયે ગુરુવારે પણ CNGમાં પ્રતિ કિલો રૂ. 2.50 નો વધારો થયો હતો. અત્યાર સુધીમાં બે સપ્તાહમાં સીએનજી 11.60 રૂપિયા વધ્યો છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGની નવીનતમ કિંમત 74.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં સીએનજી 78.84 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઈ રહ્યું છે.