Site icon Revoi.in

ભારતમાં પૂના બાદ હવે ગુજરાતમાં બનશે વાયરસ રિસર્ચ લેબ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની તપાસ માટે રાજ્યભરમાં વિવિધ સ્થળો ઉપર લેબ કાર્યરત કરાયેલી છે. જો કે, હવે પૂના બાદ ગુજરાતમાં પણ વાયરસના રિસર્ચ માટે લેબ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આ લેબ બનાવવાનું આયોજન છે. ગુજરાત સરકારે આ અંગેનું પ્રપોઝલ વડાપ્રધાનને મોકલી આપ્યું હતું. તેમજ પીએમઓએ પણ પ્રયોઝલ સ્વિકારી લીધું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં માત્ર પૂનામાં જ વાયરસ રિસર્ચ લેબ આવેલી છે. હવે દેશના અન્ય રાજ્યોમાં પણ આવી લેબ ઉભી કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં BSL-4 ટાઈપ રિસર્ચ લેબનું આયોજન કરવામાં આવ્યું છે. આ લેબ માટે પ્રાથમિક અંદાજીત રૂ. 3 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં હાઈસિક્યુરિટો ઝોન વચ્ચે બીએસએલ-4 લેબ ગુજરાતમાં બનાવવામાં આવશે. ગુજરાત સરકારે મોકલાવેલુ પ્રયોઝલ પીએમઓએ સ્વિકારી લીધું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટની તપાસ માટે નમૂના લઈને પૂનાની લેબમાં મોકલવામાં આવે છે. જ્યાં તેની ઉપર રિસર્ચ કર્યાં બાદ રિપોર્ટ આપવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં જ વાયરસ ઉપર રિસર્ચ કરવામાં આવશે.