Site icon Revoi.in

રાજનાથ સિંહ,જેપી નડ્ડા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના પોઝિટિવ,સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ

Social Share

 દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના સંક્રમિત થયા છે.ગડકરીએ પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

 નીતિન ગડકરીએ ટ્વિટ કરીને લખ્યું, કોરોનાના હળવા લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો,જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને મેં હું ખુદ આઈસોલેટ થઇ ગયો છું અને હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. હું તમામ લોકોને વિનંતી કરું છું કે,જે મારા સંપર્કમાં આવ્યા છે તે ખુદ આઈસોલેટ થઇ તપાસ કરાવે.

ઉલ્લેખનીય છે કે,દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.વધતા જતા કેસોને જોતા અનેક લોકો તેનાથી સંક્રમિત થયા છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.જોકે,તેઓએ પોતાને હોમ ક્વોરેન્ટાઈન કરી લીધા છે.

 

 

 

 

Exit mobile version