Site icon Revoi.in

ગુજરાત સરકારે સી-પ્લેન પાછળ 13 કરોડનો ખર્ચ કર્યા બાદ હવે આખીયે યોજના જ અભેરાઈએ ચડાવી દીધી

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મોટા ઉપાડે શરૂ કરાયેલી સી-પ્લેન સેવા પાછળ સરકારે 13 કરોડથી વધુનો ખર્ચ કર્યા બાદ આખીયે યોજના જ અભેરાઈએ ચડાવી દીધી છે. ગુજરાત વિધાનસભામાં સરકારે કહ્યું હતું કે, સી પ્લેન સેવા પાછળ અત્યાર સુધીમાં 13 કરોડ 15 લાખ કરતા વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેથી હાલની સ્થિતિમાં સી પ્લેન સેવા બંધ સ્થિતિમાં છે.

અમદાવાદના  સાબરમતી નદીના રિવરફ્રન્ટ પરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સી-પ્લેન સેવા અનિશ્વિત મુદત સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત વિધાનસભામાં આજે  વિવાદિત સી પ્લેન સેવાનો ઓપરેટિંગ ખર્ચ ઉંચો હોવાના કારણે સી પ્લેન સેવા બંધ કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પ્રશ્નનો સરકારે પ્રત્યુત્તર આપ્યો હતો.  સરકારે જણાવ્યું કે, સી પ્લેન સેવા પાછળ અત્યાર સુધીમાં 13 કરોડ 15 લાખ કરતા વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેથી હાલની સ્થિતિમાં સી પ્લેન સેવા બંધ સ્થિતિમાં છે. ફોરેન રજિસ્ટેશન એરક્રાફ્ટ ઓપરેશનલ અને મેઇન્ટેનન્સમાં સમસ્યાઓ ઉદભવતી હોવાનો પણ સરકારે સ્વીકાર કર્યો.

અમદાવાદ અને કેવડીયા વચ્ચે ચાલતી સી પ્લેન યોજના 10 એપ્રિલ 2021  થી બંધ થઈ હતી. ત્યાર બાદ આ પ્લેન ક્યારેય ઉડ્યું નહિ. જ્યારે વહીવટી તંત્ર પણ તેનો જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરતુ હતું. આખરે નાણાંકીય કારણોસર સી પ્લેન સેવા બંધ કરાઈ હોવાનો  નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. કોંગ્રેસના સવાલ પર તેમણે કહ્યું કે, ફોર્મ રજીસ્ટ્રેશન એરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેઇન્ટેનન્સમાં મુશ્કેલીઓ ઉદ્દભવતી હતી. ઓપરેટરને ઓપરેટીંગ કોસ્ટ ઊંચી જતી હતી.31  ઓક્ટોબર 2020 માં સી પ્લેન શરૂ કરાયું હતું. સી પ્લેન પાછળ સરકારે 13 કરોડ 15 લાખ 6હજાર 737 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના સવાલનો નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો. પ્લેન પાછળ વર્ષ 2021માં 4 કરોડ 18 લાખ 96 હજાર 256 નો ખર્ચ કર્યો છે, જ્યારે વર્ષ 2022 માં 4 કરોડ 90 લાખ 97 હજાર 742 નો ખર્ચ થયો હતો.  જ્યારે હેલિકોપ્ટર પાછળ સરકારે વર્ષ 2021 માં 4 કરોડ 1 લાખ 41 હજાર 143 નો ખર્ચ કર્યો હતો. વર્ષ 2022 માં 4 કરોડ 59 લાખ 85 હજાર 543 નો ખર્ચ કર્યો હતો. જેટ એરો પ્લેન પાછળ 2021 માં 11 કરોડ 24 લાખ 11 હજાર 742 નો ખર્ચ કર્યો હતો, તો 2022 માં 12 કરોડ 81 લાખ 80 હજાર 89 નો ખર્ચ કરવામાં આવ્યો હતો.  સરકારી પ્લેન અને હેલિકોપ્ટર અને જેટ એરોપ્લેન પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે.