Site icon Revoi.in

કોવેક્સિનનો ડોઝ લીધાના 15 દિવસ બાદ હરિયાણાના આરોગ્ય મંત્રી કોરોના પોઝિટિવ -ટ્વિટ કરીને આપી માહિતી

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોના વેક્સિનને લઈને પણ નેક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે હરિયાણાના મંત્રી અનિલ વિજનો રિપોર્ટ કોરોના પોઝીટીવ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મંત્રીએ આ પહેલા 20 નવેમ્બરના રોજ ભારત બાયોટેક દ્વારા નિર્માણ પામેસી કોરોવાની રસી કોવેક્સીનનો ડોઝ લીધો હતો. તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા મંત્રીએ ટચ્વિટ કરીને જાણકારી આપી છે

ઉલ્લેખનીય છે કે, હરિયાણાના મંત્રી અનિલ વિજ  કે,જેઓ પોતે એક આરોગ્યમંત્રી છે, જેઓએ કોરોના વેક્સિનનો ડોઝ લીધા બાદ માત્ર ૧૫ દિવસ બાદ જ તેઓ કોરોનાનો શિકાર થયા છે, જેથી હવે આ વેક્સિન પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

આરોગ્ય મંત્રી અનિલ વિજે કોરોના વોલિન્ટિયર્સ તરીકે આ વેક્સિનનું ટ્રાયલ પોતાના પર કરાવ્યું હતુ. જો કે વેક્સિન લીધા બાદ પણ તેઓ કોરોના ગ્રસ્ત થયા તે વાતને નકારી ન જ શકાય, હાલ તેઓને  અંબાલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હોવાની માહિતી મળી આવી છે.

ઉલ્લએખનીય છે કે, હરિયાણામાં કોવેક્સિનના ડોઝ માટેની જવાબદારીઓ પંડિત ભગવત દયાળ શર્મા યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસના પીજીઆઈએમએસને સોંપવામાં આવી છે. વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યા પછી 28 દિવસ બાદ બીજો ડોઝ આપવાનો હતો. 48 દિવસ પછી, એન્ટિબોડીઝનુંમ તેના શરીરમાં પરીક્ષણ કરવામાં આવશે. યોગ્ય પરિણામ મળતાં, આ ડોઝ દેશભરની નક્કી કરાયેલીસંસ્થાઓમાં કુલ 25,8 હજાર 00 સ્વયંસેવકોને આપવામાં આવશે.

સાહિન-