Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે કાર ચાલકોને વધુ એક ફટકોઃ CNG કીટના ભાવમાં વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને અસર થઈ છે. તેમજ અનેક કોર માલિકો પોતાની કારને સીએનજીમાં કન્વર્ટ કરી રહ્યાં છે. જો કે, હવે સીએનજી કીટના ભાવમાં પણ વધારો થયો છે. સીએનજીના કીટમાં રૂ. 10 હજાર સુધીનો વધારો થયો છે. એટલું જ નહીં કારમાં કીટ ફિટ કરાવવા માટે પણ લાંબુ વેટીંગ હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને કારણે વાહન ચાલકોના ખિસ્સાને ભારે અસર થઈ છે. તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે હવે કાર ચાલકો પોતાના વાહનમાં સીએનજી કીટ ફિટ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે. પરંતુ સીએનજી કીટના ભાવમાં પણ વધારો થયો છે. પહેલા રૂ. 35000માં મળતી સીએનજી કીટ રૂ. 45 હજારથી 55 હજારમાં વેચાઈ રહી છે. એટલું જ નહીં કીટ ફીટ કરાવવા માટે પણ 3 દિવસનું વેટીંગ છે.

લોખંડના ભાવમાં વધારો થવાની સાથે સીએનજી કીટમાં વપરાતી ટેન્કની અછતના કારણે ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. કારની સીએનજી કીટ બનાવતા કંપનીએ કોરોના મહામારીને પગલે હવે ઓક્સિજન સિલેન્ડર બનાવવાનું શરૂ કર્યું છે. જેથી ટેન્કની ભારે અછત ઉભી થઈ છે.

Bs6 કીટ હાલમાં સરકારના ધારાધોરણ મુજબ પ્રદુષણ મુક્ત કીટ માનવામાં આવે છે. આ કીટ જ વાહનમાં ફિટ કરવા પણ ગાઈડ લાઈન બહાર પાડી છે. તેની પરમિશન સરકારી બે સંસ્થા પર્યાવરણને ધ્યાનમાં રાખી આપે છે તેવી સંસ્થાઓ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટો મોટિવ ટેકનોલોજી અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા માંથી પણ પરમિશન ઇસ્યુ ઝડપી ના કરતા દુકાનદાર અને વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી હોવાનું જાણવા મળે છે.