1. Home
  2. Tag "price hike"

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો, ચોળી, આદુ, વાલોર, અને ગવારના સૌથી વધુ ભાવ

અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. પરંતુ યાર્ડમાં આદુ અને ચોળી, વાલોર અને ગુવારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે મરચાં, લીંબુ, તુવેર, વટાણા અને કારેલાના ભાવ યથાવત જોવા […]

લસણના ભાવમાં વધારો, ગત વર્ષે 50 રૂપિયે કિલો મળતું લસણ છૂટક બજારમાં 250થી 300નો ભાવ

રાજકોટઃ મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે.  ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોચ્યા છે. લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. ગત વર્ષે રૂપિયા 50માં કિલો લસણ મળતું હતું તે આ વર્ષે છુટક બજારમાં પ્રતિ કિલો 250થી 300 ભાવે લસણ વેચાઈ […]

માવઠા બાદ લીલા શાકભાજીના ભાવમાં વધારો, આદુનો ભાવ 20 કિલોના 1800ને વટાવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં માવઠા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના યાર્ડ્સમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. અમદાવાદ APMCમાં શાકભાજીની આવકમાં 5000 ક્વિન્ટલની ઘટ થઇ છે. તેના લીધે  છેલ્લા બે દિવસથી શાકભાજીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. જેમાં જથ્થાબંધ શાકભાજીના 20 કિલોના ભાવ જોઈએ તો આદુના રૂપિયા 1800થી 1900, રિંગણનો ભાવ […]

અસહ્ય મોંઘવારીમાં સરકારે LPG સિલિન્ડરમાં ભાવ વધારો કરી લોકોને ડામ આપ્યો છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ  એક તરફ વધતી જતી મોંઘવારીથી જનતા પીડા અનુભવી રહી છે. બીજી બાજુ સતત ઘટતી આવક અને  ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સિનીયર સિટીઝન પરિવારો માટે પણ જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો કરીને જનતાને મોંઘવારીનો ડામ આપ્યો છે. તેમ કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના […]

મોરબીના સિરામિક ઉદ્યોગને અપાતા સીએનજી ગેસના ભાવ વધારા સામે અસંતોષ

મોરબીઃ ગુજરાત ગેસ કંપનીએ આગામી તા. 1લી નવેમ્બરથી ઉદ્યોગોને અપાતા સીએનજી ગેસના ભાવમાં વધારાની જાહેરાત કરતા તેની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. ત્યારે સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડશે. દિવાળી ટાણે જ  કામદારોને બોનસ આપવા સહિત […]

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં થયો વધારો, પ્રતિ કિલોના 30થી 40ના ભાવ પહોંચ્યાં

રાજકોટ:  મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગીના ભાવમાં પણ વધોરો થયો છે. છુટક બજારમાં ડુંગળીના ભાવ પ્રતિકિલોએ 30થી 40 ભાવ બોલાતા ગરીબ અને મધ્યવર્ગના લોકોને મોંઘવારીમાં વધુ એક ભાવ વધારાના ડોઝ ખમવો પડ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. તેના કારણે ડુંગળીના […]

પાકિસ્તાનમાં ફરી પ્રજા ઉપર ભાવ વધારાનો બોજો નખાયો, પેટ્રોલના ભાવમાં વધારો કરતા પ્રજામાં નારાજગી

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. મધ્યરાત્રિએ પેટ્રોલની કિંમતોમાં વધારો કરીને સામાન્ય માણસની કમર ભાંગી છે. શાહબાઝ શરીફ સરકારનો કાર્યકાળ પૂરો થયા બાદ સોમવારે દેશમાં કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવી હતી અને પહેલા જ નિર્ણયથી લોકોના ખિસ્સા પર ફટકો પડ્યો હતો. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકાએક વધારાની […]

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક મારઃ દૂધના ભાવમાં લીટરે રૂ. 2નો વધારો

નવી દિલ્હીઃ દેશમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે મોંઘવારીમાં પીસાતી જનતાની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. હવે સૌથી મોટી દૂધ સપ્લાય કરતી કંપનીઓમાંની એક અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ દૂધનું વેચાણ કરે છે, તેણે અમૂલ દૂધના ભાવમાં 4 […]

અસહ્ય મોંઘવારી, નવા સત્રના પ્રારંભ પહેલા યુનિફોર્મ, સ્કુલબેગ, સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે. તમામ ચિજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ યુનિફોર્મ, સ્કુલબેગ, પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં વધારો થતા વાલીઓના વધુ ભાર સહન કરવો પડશે. ઘણીબધી ખાનગી સ્કુલો વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શુઝ, સ્ટેશનરી સહિતની ચિજ-વસ્તુઓ નિયત સ્ટોરમાથી ખરીદ કરવાનું કહી રહી છે. ત્યારે આવી શાળાઓ સામે પગલાં લેવાની […]

પાકિસ્તાનઃ પેટ્રોલના ભાવ વધારા વચ્ચે કર્મચારીની વિચિત્ર માંગણી, ગદર્ભ ઉપર ઓફિસ પહોંચવાની રજૂઆત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય કટોકટી બાદ હવે આર્થિક કટોકટી ઉભી થઈ છે. તેમજ ઈંધણના ભાવમાં પણ સતત વધી રહ્યાં છે. પેટ્રોનનો ભાવ પર રૂ. 200ના આંકડાને પાર થઈ ગયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સા હળવા થયાં છે. દરમિયાન ઈસ્લામાબાદ એરપોર્ટના એક કર્મચારીએ સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ) સમક્ષ વિચિત્ર માંગણી કરી છે. તેણે તંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code