Site icon Revoi.in

ઋષિ સુનકના રાજીનામા બાદ બ્રિટિશ પીએમ જોનસને નાદિમ ઝહાવીને દેશના નવા નાણાંમંત્રી તરીકે નિયુક્ત કર્યા

Social Share

દિલ્હી:ઋષિ સુનકના રાજીનામા બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે નાદિમ ઝહાવીને દેશના નવા નાણાંમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તે જ સમયે, સાજિદ જાવિદના સ્થાને સ્ટીવ બાર્કલેને નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.ઋષિ સુનક અને સાજીદ વાજિદના રાજીનામાના થોડા સમય બાદ બંનેની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત, મિશેલ ડોનેલનને રાજ્યના શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્યમંત્રી સાજીદ જાવિદે રાજીનામું આપી દીધું હતું. સુનકે ટ્વિટ કરીને કહ્યું, ‘જનતા સરકાર પાસે યોગ્ય અપેક્ષા રાખે છે કે, સક્ષમતાથી અને ગંભીરતાથી ચાલે.તો સાજીદ જાવિદે પણ ટવિટ કરને કહ્યું કે,આ ભૂમિકામાં સેવા કરવા માટે મોટું સોભાગ્ય રહ્યું પરંતુ મને દુઃખ છે કે હવે હું આને આગળ શરુ રાખી શકું તેમ નહીં.’

ઉલ્લેખનીય છે કે,ક્રિસ પિન્ચરે ગુરુવારે જોનસનને પોતાનું રાજીનામું સોંપ્યું. તેણે કહ્યું હતું કે, મેં બુધવારે રાત્રે ખૂબ દારૂ પીધો હતો. મેં મારી જાતને અને અન્ય લોકોને શરમ અનુભવી છે અને આ માટે હું તમારી અને સંબંધિત લોકોની માફી માંગુ છું.ક્રિસ પિન્ચરની ભૂમિકા સંસદમાં ટોરી સભ્યોમાં અનુશાસન જાળવવાની છે.ખરેખર, આ બીજી વખત છે જ્યારે પિન્ચરે સરકારના વ્હીપની જવાબદારી છોડી છે.નવેમ્બર 2017 માં, તેમણે ફરિયાદને પગલે જુનિયર વ્હિપના પદ પરથી રાજીનામું આપ્યું હતું.