Site icon Revoi.in

સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું- અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનો દાવો 

Social Share

દિલ્હી:અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને લઈને દાવો કર્યો છે.તેમણે કહ્યું કે, વર્ષ 2019માં ભારત દ્વારા બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું.

માઈક પોમ્પિયોએ તેમના પુસ્તક ‘Never Give an Inch: Fighting for the America I Love’  માં જણાવ્યું કે,પરમાણુ હુમલાની આ માહિતી તેમને ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આપી હતી.પોમ્પિયોએ જણાવ્યું કે વર્ષ 2019માં જ્યારે 27-28 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની ત્યારે તે વિયેતનામના હનોઈમાં હતા.આ પછી તેમની ટીમે આ અંગે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ સાથે વાત કરી.

પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, “મને નથી લાગતું કે દુનિયા બરાબર જાણે છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ ફેબ્રુઆરી 2019માં પરમાણુ વિસ્ફોટની કેટલી નજીક આવી ગયું છે.સત્ય એ છે કે, મને પણ ચોક્કસ જવાબ ખબર નથી.”

પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીએ આગળ લખ્યું, પાકિસ્તાનની ઢીલી આતંકવાદ વિરોધી નીતિઓને કારણે 40 ભારતીય સૈનિકો શહીદ થયા.જેના જવાબમાં ભારતે હવાઈ હુમલો કરીને પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.બાદમાં પાકિસ્તાને હવાઈ લડાઈમાં એક વિમાન તોડી પાડ્યું અને ભારતીય પાયલટને પકડી લીધો.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં, ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરી 2019 માં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પને નષ્ટ કરી દીધો.