Site icon Revoi.in

ત્રણ દાયકા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈપીએલ રમાઈ રહી છે, આઈપીએલની બાદ આઈસીસી ટી 20 વર્લડકપનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ચાલુ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમ અનેક ટુર્નામેન્ટ રમશે. દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનું શિડ્યુલ જાહેર થયું છે. આ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમી છે. આ શ્રેણીમાં ડે-નાઈટ ટેસ્ટ પણ રમાશે. ટીમ ઈન્ડિયા 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. 32 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

બંને દેશો વચ્ચે છેલ્લી વખત 1991-92માં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર માત્ર 4 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ભારતમાં માત્ર 4 ટેસ્ટ રમી છે.

ચાર ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય છે. પરંતુ હવે સિરીઝને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચારને બદલે પાંચ ટેસ્ટ મેચ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે આની જાહેરાત કરી હતી. 1991-92 પછી આ પ્રથમ વખત હશે જ્યારે આ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.