Site icon Revoi.in

ત્રણ દાયકાઓ બાદ શ્રીનગરમાં આજથી શરુ થયા થિયેટરો , લોકોને હવે ફિલ્મ જોવાનો મળશે લ્હાવો

Social Share

શ્રીનગરઃ-  છેલ્લા કેટલાક દાયકાઓ થી જમ્મુ કાશ્મીરમાં સિનેમાગૃહો બંધ હતા જો કે જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી અત્યાર સુધી આ પ્રદેષશમાં ઘમા ફેરફારા આવ્યા છે ત્યારે હવે પ્રદેશની જનતાને મનોરંજન મળી રહે તે હુસર છેલ્લા ત્રણ દાયકાઓથી બંધ પડેલા સિનામા ઘધરોની મરામત કરવાનીને આજથી તેનો આરંભ કરવામાં આવ્યો છે.

આજરોજ મંગળવારે ઉપ રાજ્યપાલ મનોજસિન્હા અહીં થિયટરોનું ઉદ્ધાટન કરશે, આ સાથે જ અહી આજે પ્રથનમ ફિલ્મ આમિરખાનની લાલસિહં ચઢ્ઢા દર્શકોને જોવા મળશે, આ ફિલ્મની ખઆસ સ્ક્રિનિંગ સાથે જનતા માટે સિનેમાગૃહ ખુલ્લા મૂકવામાં આવશે, આ સાથે જ 30 સપ્ટેમ્બરના રોજ વિક્રમવેધા ફિલ્મ ની સ્ક્રિનિંગ બાદ નિયમિત રુપે સિનેમાઘરો ચાલુ થશે.

કાશ્મીરના પ્રથમ મલ્ટિપ્લેક્સની ક્ષમતા 520 સીટ હશે આવા કુલ ત્રણ સિનેમાઘરો હશે.આ સાથે જ દર્શકો માટે અહીં ખાણીપીણીની વ્યવસ્થા પણ મળી રહે તે માટે ફૂડકોર્ડ પણ હશે.આ પહેલા લોકોએ ફિલ્મ જોવા માટે દૂર સુધી જવુંવ પડતુ હતુ ત્યારે હવે મનોરંજન મેળવવા અહીની જનતાએ ક્યાય જવુ પડશે નહી.ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ઉપરાજ્યપાલ દ્રારા આ થિયેટરોનું ઉદ્ધાટન કરવામાં આવ્યપું હતું.