Site icon Revoi.in

ૠષિકેશની લો મુલાકાત પછી વારંવાર ત્યાં જ ફરવા જવાનું થશે મન

Social Share

ફરવાનો શોખ તો દરેકને હોય છે, પરંતુ ક્યાં સ્થળે ફરવું તેનું કન્ફયુઝન વધુ હોય છે. ત્યારે ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં શિયાળા,ઉનાળા અને ચોમાસામાં તમે ફરવા જઈ શકો છો.એમાંનું એક છે ઋષિકેશ.ઋષિકેશ ગંગા અને ચંદ્રભાગા નદીના કિનારે વસેલું છે.અહીં મંદિરો અને આશ્રમો મોટી સંખ્યામાં આવેલા છે.તો એકવાર જરૂરથી આ સ્થળોની લો મુલાકાત.

લક્ષ્મણ ઝુલા – ઋષિકેશના હૃદયમાં આ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ગંગા નદી પરનો પુલ બે ગામોને જોડે છે – તેહરી ગઢવાલ જિલ્લાના તપોવન અને પૌરી ગઢવાલ જિલ્લાના જોંક. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે.

ક્લિફ જમ્પિંગ – બીજી એડવેન્ચર એક્ટિવિટી તમે ઋષિકેશમાં માણી શકો છો તે છે ક્લિફ જમ્પિંગ. આ માટે તમે 30-40 ફૂટ ઉંચી ભેખડ પરથી ઠંડા પાણીમાં કૂદવાની મજા માણી શકો છો.

ત્રિવેણી ઘાટ – અહીં ત્રણ પવિત્ર નદીઓના સંગમને કારણે ત્રિવેણી ઘાટને ત્રિવેણી નામથી ઓળખવામાં આવે છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. આ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. તમે અહીં સુંદર ગંગા આરતીનો અનુભવ કરી શકો છો. આ દરરોજ સાંજે થાય છે.

નીલકંઠ મહાદેવ મંદિર – આ ભગવાન શિવને સમર્પિત સૌથી લોકપ્રિય હિન્દુ મંદિરોમાંનું એક છે. આ મંદિર સ્વર્ગ આશ્રમથી લગભગ 7 કિમી દૂર પૌડી ગઢવાલ પ્રદેશમાં છે. તે ઋષિકેશમાં પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાયેલ સ્થળોમાંનું એક છે.

રાફ્ટિંગ – જો તમને સાહસિક પ્રવૃત્તિઓ ગમે છે તો તમને ઋષિકેશ ગમશે. તમે અહીં વોટર રાફ્ટિંગ કરી શકો છો. વોટર રાફ્ટિંગ માટે ઋષિકેશ શ્રેષ્ઠ સ્થળ છે.

Exit mobile version