Site icon Revoi.in

ઘઉં બાદ હવે મેદા અને સોજીના નિકાસ ઉપર આકરા પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ કેન્દ્ર સરકારે મેદા અને સોજીની નિકાસ પર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય 14 ઓગસ્ટ 2022થી લાગુ કરવામાં આવશે. ઘઉં અને લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ છેલ્લા બે મહિનામાં મેદા અને સોજીની નિકાસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ડીજીએફટી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, આંતર-મંત્રાલય પેનલની મંજૂરી પછી મેદા અને સોજીની નિકાસને મંજૂરી આપવામાં આવશે. અગાઉ, જ્યારે કેન્દ્ર સરકારે લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, આંતર-મંત્રાલય પેનલની પરવાનગી પછી જ નિકાસને મંજૂરી આપવામાં આવશે. એપ્રિલ 2022માં ઘઉંના ઉત્પાદનોની નિકાસ 95,094 ટન હતી, જેની કિંમત રૂ. 314 કરોડ હતી. મે મહિનામાં 287 કરોડ રૂપિયાના 1.02 ટનની નિકાસ કરવામાં આવી હતી.

ડીજીએફસી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, 8 થી 14 ઓગસ્ટ વચ્ચે, મેદા સોજીની નિકાસની મંજૂરી આપવામાં આવશે. ઘઉં અને ઘઉંના લોટની કિંમતો બાદ ઘઉંમાંથી બનતી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં જોરદાર વધારો નોંધાયો છે. જે બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો અને સરકારી ખરીદીમાં ઘટાડો થવાને કારણે ઘઉંના ભાવમાં વધારો થયો છે. અગાઉ, 13 મે, 2022 ના રોજ, સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.